બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Major tragedy in Rajasthan: Army MiG 21 plane crashes, 2 civilians killed

BIG BREAKING / રાજસ્થાનમાં મોટી દુર્ઘટના: સેનાનું MiG 21 વિમાન ક્રેશ થતાં 2 નાગરિકોના મોત, પાયલોટ સુરક્ષિત

Priyakant

Last Updated: 11:18 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Air Force Aircraft Crashed News: ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ રાજસ્થાનના હનુમાનગઢ પાસે ક્રેશ, 2 ગ્રામીણ નાગરિકોના મોત

  • રાજસ્થાનમાં સેનાનુ વિમાન ક્રેશ
  • રાજસ્થાનમાં મિગ-21 વિમાન ક્રેશ થયુ
  • દુર્ઘટનામાં 2 નાગરિકોના મોત
  • ઘરની છત પર પડ્યુ વિમાન
  • રાજસ્થાનના હનુમાનગઢમાં વિમાન પડ્યુ

રાજસ્થાનની એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનનાં હનુમાનગઢમાં એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ થયું છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરની છત પર વિમાન પડ્યું હતું. આ દુર્ઘટનામાં 2 ગ્રામીણ નાગરિકોના મોત થયાનું પણ સામે આવ્યું છે. 

ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ રાજસ્થાનના હનુમાનગઢ પાસે ક્રેશ થયું હતું. આ વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. અહીં વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું અને રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. જોકે બંને પાયલોટ સુરક્ષિત છે.

નોંધનીય છે કે, આ પહેલા જુલાઈ 2022માં રાજસ્થાનના બાડમેર પાસે એક મિગ-21 એરક્રાફ્ટ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતીય વાયુસેના (IAF)ના બે પાયલોટ શહીદ થયા હતા.

1960માં કાફલામાં જોડાયું હતું મિગ 21 
મિગ-21 દુર્ઘટનાની આજની ઘટનાએ સોવિયેત મૂળના મિગ-21 એરક્રાફ્ટ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. 1960ના દાયકાની શરૂઆતમાં ભારતીય વાયુસેનાના કાફલામાં મિગ-21 એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને 2022 સુધીમાં મિગ-21 વિમાનથી લગભગ 200 અકસ્માતો થયા છે.

મિગ-21 લાંબા સમયથી ભારતીય વાયુસેનાનો મુખ્ય આધાર હતો. જોકે એરક્રાફ્ટનો સેફ્ટી રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. વિમાન દુર્ઘટનાઓમાં પણ અનેક લોકોના જીવ ગયા છે. ગયા વર્ષે માર્ચમાં સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ત્રણેય સેવાઓના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સાથે સંકળાયેલા અકસ્માતોમાં 42 સંરક્ષણ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 45 હવાઈ અકસ્માતો થયા છે, જેમાંથી 29 IAF પ્લેટફોર્મ સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ