બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / major reason for stomach growling know what it mean

Health Tips / શું તમારા પેટમાંથી પણ આવે છે ગુડગુડ અવાજ! તો ચેતી જજો, હોઇ શકે છે બીમારીનો સંકેત

Bijal Vyas

Last Updated: 11:07 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા પેટમાંથી પણ ગુડગુડનો અવાજ આવી રહી છે તો તેને સામાન્ય ના સમજવુ જોઇએ, તેની પાછળ અનેક કારણ હોઇ શકે છે જવાબદાર, આવો જાણીએ વિગતે...

  • પેટમાં થતી ગુડગુડને સામાન્ય ના ગણવી
  • લાંબા સમયથી ભૂખ્યા રહેવાના કારણે પણ આવે છે ગુડગુડનો અવાજ 
  • ગુડગુડની સાથે પેટમાં દુખાવો, ઉલ્ટી, ઉબકા વગેરે જેવી અન્ય સમસ્યા હોય તો...

Stomach Growling:પેટમાંથી ગુડગુડનો અવાજ ખૂબ જ સામાન્ય છે. મેડિકલ ભાષામાં તેને પેટ ગ્રોલિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર આપણી સાથે  થાય છે, જેને સામાન્ય રીતે આપણે અવગણના કરીએ છીએ.જો કે વારંવાર આવુ બનવું તે સામાન્ય નથી. પેટનો અવાજ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને શરીરના આંતરિક અવયવોની કામગીરી પર દેખરેખ રાખવામાં મદદ કરે છે. જો તમારા પેટમાંથી પણ ગુડગુડનો  અવાજ આવી રહી છે તો તેને સામાન્ય ના સમજવુ જોઇએ, તેની પાછળ અનેક કારણ હોઇ શકે છે. જી, હાં તમારા શરીરમાં આ ગુડગુડ કોઇ બીમારીનો સંકેત પણ આપી શકે છે. તો આવો તેના વિશે વિગતે માહિતી મેળવીએ....

ઉનાળામાં ખાટાં ઓડકાર, પેટમાં દુખાવો અને સોજો, અપચાની સમસ્યા વધી જાય છે, તો  તરત જ આ 5 ઘરેલૂ ઈલાજ કરો | best way to keep digestive system healthy in  summer

કેમ આવે છે પેટમાંથી ગુડગુડનો અવાજ 
1. ભૂખઃ
આ ગુડગુડનું પહેલું કારણ ભૂખ હોઈ શકે છે.જ્યારે પણ તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો, ત્યારે તમારા પેટમાંથી ઘણી વખત ગુડગુડનો અવાજ આવે છે. હકીકતમાં અમેરિકાના એક પ્રકાશિત થયેલા લેખ અનુસાર, જ્યારે તમે ભૂખ્યા હોવ ત્યારે મગજ ખાવાની ઇચ્છાને સક્રિય કરે છે, જે પછી આંતરડા અને પેટને સંકેતો મોકલે છે. જેના પરિણામે તમારી પાચન તંત્રમાં સ્નાયુઓ સંકોચાય છે અને અવાજ આવે છે.

2. મોટા આંતરડામાં સોજાઃ  મોટા આંતરડામાં બળતરા કે સોજા  જેવી ગંભીર બીમારીને કારણે પણ આવા અવાજો આવી શકે છે. આ માટે તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ

3. પાચનમાં તકલીફઃ ક્યારેક અતિશય ગેસ પેદા કરતી ફૂડ આઇટમના સેવનથી પણ ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લેક્સ કે ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમને કારણે ગુડગુડ અથવા બેચેની થઈ શકે છે.

4. ખોરાકનું પાચનઃ જ્યારે ખોરાક નાના આંતરડામાં પહોંચે છે, ત્યારે શરીર ખોરાકને તોડવા અને પોષક તત્વોને શોષવા માટે ઉત્સેચકો મુક્ત કરે છે. આવો અવાજ પાચનની પ્રક્રિયા દરમિયાન પણ સંભળાય છે.

પેટનું ઈન્ફેક્શન આપી શકે છે ગંભીર બીમારીઓને આમંત્રણ, આવા લક્ષણો દેખાય તો  ભૂલથી પણ ન કરતા ઈગ્નોર | Stomach Infection body gives this signal health  tips

5. ફૂડ ઇન્ટોલરેંસઃ ફૂડ ઇન્ટોલરેંસ કે લેક્ટોઝ અથવા ગ્લુટેનથી ભરપૂર વસ્તુઓથી ક્યારેક પાચનમાં પ્રોબ્લેમ થાય છે. આ સ્થિતિમાં પણ પેટમાંથી ગુડગુડનો અવાજ આવે છે. સામાન્ય રીતે પેટમાંથી નીકળતા અવાજને કોઈપણ પ્રકારની સમસ્યા સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ જો આ અવાજો સાથે પેટમાં દુખાવો, ઉલ્ટી, ઉબકા જેવી સમસ્યા હોય તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જ જોઈએ.

 Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ