ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFની સેલરી લિમિટ ₹15,000થી વધીને ₹25,000 થઈ! 51 લાખ કર્મચારીઓને મળશે સીધો ફાયદો
5 ફોટો ગેલેરી
Last Updated: 04:58 PM, 16 September 2026
1/5
કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ ફરજિયાત કવરેજ માટેની વેજ સીલિંગ 15,000 થી વધારીને 25,000 રૂપિયા મહિને કરવામાં આવી છે. આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂર થયો છે.
2/5
ADVERTISEMENT
3/5
આ વેજ સીલિંગ છેલ્લે સપ્ટેમ્બર 2014માં વધારવામાં આવી હતી. ત્યાર બાદના વર્ષોમાં પગારમાં વધારો, ઔપચારિક રોજગારનો વિસ્તાર અને જીવનખર્ચમાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને સરકારે આ મર્યાદા અપડેટ કરી છે. આથી કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડની બચત, એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળ પેન્શન અને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ સ્કીમ (EDLI) હેઠળ વીમા કવરેજનો લાભ મળશે.
4/5
સરકારને આ નવા વ્યવસ્થા પર વાર્ષિક લગભગ 11,339 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે, જે અત્યારના 10,250 કરોડ રૂપિયાની સરખામણીમાં વધારે છે. પાંચ વર્ષમાં કુલ ખર્ચ લગભગ 56696 કરોડનો રહેશે. આ પ્રસ્તાવને જૂન 2026માં એક્સપેન્ડિચર ફાઇનાન્સ કમિટીની મંજૂરી મળી હતી અને વિવિધ મંત્રાલયોની સલાહ-સલાહ બાદ કેબિનેટે તેને મંજૂરી આપી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ