બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / mail containing threat to bomb mumbai international airport police register case

ધમકી / મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ, બિટકોઈનમાં માંગયા આટલા લાખ ડોલર

Arohi

Last Updated: 08:04 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Airport Threat: મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને ગુરૂવારે એક ધમકી ભરેલો મેઈલ મળ્યો છે. તેમાં લખ્યું છે કે બિટકોઈનના રૂપમાં 10 લાખ ડોલર આપો નહીં તો 48 કલાકમાં ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

  • મુંબઈ એરપોર્ટને મળ્યો ધમકી ભર્યો મેઈલ 
  • એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 
  • બિટકોઈનના રૂપમાં માંગ્યા 10 લાખ ડોલર

મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે. આરોપીના વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. આ ધમકી એક મેઈલ દ્વારા આપવામાં આવી છે. મેઈલ મોકલનારે 48 કલાકની અંદર 10 લાખ ડોલર આપવાની માંગ કરી છે તે પણ બિટકોઈનમાં. ઈમેલમાં આગળ લખવામાં આવ્યું છે. જો બિટકોઈનમાં રકમ ન આપવામાં આવી તો ખરાબ હાલ થશે. 

મુંબઈ પોલીસે નોંધી ફરિયાદ
મુંબઈની સહાર પોલીસે અજાણ્યા શખ્સના વિરૂદ્ધ કલમ 385 અને 505(1)(b) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે મેઈલના આધાર પર એફઆઈઆર નોંધવામાં આવી છે. આગળની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર “[email protected]” નામની એક આઈડીથી ધમકી ભરેલા ઈમેલ આવ્યા છે. પોલીસે આગળ જણાવ્યું કે આરોપીએ આ ઈમેલ ગુરૂવાર સવારે લગભગ 11 વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ફીડબેક ઈનબોક્સમાં મોકલ્યો છે. 

ટર્મિનલ-2નો બોમ્બથી ઉડાવવાની ધમકી 
ધમકી ભરેલા મેઈલમાં આરોપીએ લખ્યું છે કે તે એરપોર્ટ માટે છેલ્લી ચેતાવણી આપી રહ્યુ છે. જો 10 લાખ ડોલર ન આપવામાં આવ્યા તો અમે 48 કલાકની અંદર એરપોર્ટના ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવી દઈશું. તેના માટે અમને બિટકોઈનમાં એક મિલિયન ડોલર મોકલવામાં આવે. 24 કલાક બાદ એક બીજુ એલર્ટ આપવામાં આવશે. આ ધમકી ભરેલો ઈમેલ જે IP એડ્રેસથી મોકલવામાં આવ્યું છે તેની જાણકારી મળી ગઈ છે. પોલીસ હવે ઈમેલ મોકલનાર શખ્સની ઓળખ કરવામાં લાગી ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ