બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Mahavir Jayanti 2023, Lord mahavir established the principals of jain dharma

મહાવીર જયંતિ / 12 વર્ષ સુધી સતત મૌન રહેનાર મહાવીર કેમ કહેવાયા 'મહાવીર' ખૂબ રોચક કિસ્સો, જાણો ભગવાનનો અમૂલ્ય સંદેશ

Vaidehi

Last Updated: 09:31 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાવીર જ્યંતિનાં શુભપર્વે જૈન સમુદાયનાં લોકો ભવ્ય ઊજવણી કરે છે. આવો જાણીએ ભગવાન મહાવીરનાં ક્યાં સિદ્ધાંતોનું ભક્તો આજે પણ પાલન કરે છે.

  • આવતીકાલે મહાવીર જ્યંતિનો પર્વ
  • મહાવીર સ્વામીનાં સિદ્ધાંતોનું ભક્તોમાં અનેરું મહત્વ
  • ભગવાને અહિંસા, સાદગી જેવા મુલ્યોનું સમજાવ્યું મહત્વ

આવતીકાલ એટલે કે 4 એપ્રિલ 2023નાં રોજ મહાવીર જ્યંતિનો શુભ પર્વ છે. ચૈત્ર મહિનાનાં શુક્લપક્ષ ત્રયોદશીનાં દિવસે દેશમાં મહાવીર જ્યંતિની ઊજવણી થતી હોય છે. આ પર્વ જૈન સમુદાય દ્વારા ઊજવવામાં આવતો હોય છે. સમુદાયનાં લોકો મહાવીર સ્વામીજીનાં મૂળ સિદ્ધાંતો પર ચાલે છે અને તેમને પૂજે છે.

જૈન ધર્મનાં સિદ્ધાંતોનાં સ્થાપક છે ભગવાન મહાવીર
ભગવાન મહાવીર જેમને વર્ધમાન તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની જ્યંતિનાં પર્વે જૈન સમુદાયનાં લોકો ઊજવણી કરે છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન હંમેશા અહિંસાનો ઉપદેશ આપ્યો છે એટલું જ નહીં તમામ જીવોને આદર-સમ્માન આપવાનું શિખવ્યું છે. મહાવીર સ્વામીનાં સિદ્ધાંતોને લોકો અનુસરે છે. સત્ય અહિંસા જેવા ઉપદેશ આપીને ભગવાન મહાવીરે લોકોને શાંતિ અને સદભાવનાનો ભાવ રાખવાનું સૂચવ્યું છે. તો આવો જાણીએ તેમના ક્યાં સિદ્ધાંતોને આજે પણ ભક્તો યાદ કરે છે અને અનુસરવાનાં પ્રયાસો કરે છે:

  • સાચા માર્ગમાં પોતાના પ્રયાસો કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે.
  • તમામ જીવ દયાને પાત્ર છે.
  • લાખો શત્રૂઓ પર વિજય પ્રાપ્ત કરવા કરતાં પોતાના પર વિજય મેળવવું વધુ સારું છે.
  • આત્મા તો સર્વજ્ઞ હોય છે. આનંદને બહાર નહીં પરંતુ પોતાની અંદર શોધવાનો પ્રયાસ કરો.
  • બુદ્ધિમાન વ્યક્તિઓ મૃત્યુથી પર રહેતા હોય છે.
  • સત્યનું જ્ઞાન મેળવો.
  •  

30 વર્ષની વયે ત્યજ્યું સાંસારિક જીવન
599 વર્ષો પહેલાં વૈશાલી પ્રજાસત્તાકનાં ક્ષત્રિય કુંડલપુરમાં રાજા સિદ્ધાર્થ અને તેમની પત્ની ત્રિશળાથી ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેમનો જન્મ એવા સમયમાં થયો જ્યારે હિંસા, જાતિભેદ, પશુઓની બલિ જેવા કૃત્યો સમાજમાં ફેલાયેલા હતાં. 30 વર્ષની વયે ભગવાને સાંસારિક જીવન અને રાજવીનાં વૈભવનો ત્યાગ કર્યો હતો. જગતનાં કલ્યાણ માટે તમામ મોહ-આશક્તિ ત્યજીને તેમણે પોતાના પાછલા જીવનથી નિવૃતિ લીધી. સમાજને ઉપદેશ આપી કલ્યાણ કરીને ભગવાન મહાવીરે પાવાપુરીમાં 72 વર્ષની ઉંમરે મોક્ષ મેળવ્યો.

કેમ કહેવાયા મહાવીર
ધર્મશાસ્ત્ર અનુસાર ભગવાન મહાવીરે કામ, લોભ, મોહ, અહંકાર સહિત પાંચ ઈન્દ્રીયોને વશમાં કરી હોવાથી તેમજ સંપૂર્ણ જાગ્રત અવસ્થા ધારણ કરી હોવાથી તેઓ મહાવીર કહેવાયા. હકીકતમાં ભગવાન મહાવીરે ઈન્દ્રીયોના વિજેતા બન્યાં હતા તેથી તેઓ કોઈ સામાન્ય વીર નહીં મહાવીર કહેવાયા.

12 વર્ષ સુધી સતત મૌન રહ્યાં
મહાવીરના જીવનમાં પ્રસંગે છે કે તેઓ 12 વર્ષ સુધી એકધારા મૌન રહીને સાધના કરતાં રહ્યાં હતા અને પરમ પદને પામ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ