બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / maharashtra hingoli earthquake occurred back to back earthquake

BIG NEWS / મહારાષ્ટ્રમાં વહેલી સવારે જોરદાર ભૂકંપ, 10 મિનિટમાં બે મોટા આંચકાથી ફફડી ઉઠ્યાં લોકો

Arohi

Last Updated: 08:16 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Hingoli Earthquake: મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના બે ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો ઝટકો સવારે 6.8 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી. ત્યાં જ ભૂકંપનો બીજો ઝટકો સવારે 6.19 મિનિટ પર નોંધાયો હતો.

મહારાષ્ટ્રના હિંગોલીમાં ગુરૂવારે એક બાદ એક સતત બે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા લગભગ 10 મિનિટના અંતર પર આવ્યા હતા. હિંગોલીમાં ભૂકંપનો પહેલો ઝટકો સવારે 6.8 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી. ત્યાં જ ભૂકંપનો બીજો ઝટકો સવારે 6.19 મિનિટ પર નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. 

કેમ અને કેવી રીતે આવે છે ભૂકંપ?
ભૂકંપ કેવી રીતે આવે છે તેને સમજવા માટે આપણે વૈજ્ઞાનિક રીતે પહેલા પૃથ્વીની સંરચનાને સમજવું પડશે. પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે તરલ પદાર્થ લાવા છે અને તેના પર ટેક્ટોનિક પ્લેટ્સ તરી રહી છે. ઘણી વખત પ્લેટ્સ એક બીજા સાથે અથડાય છે.

વધુ વાંચો: સાંપના ઝેર કેસમાં એલ્વિસ યાદવને મોટી રાહત: NDPS એક્ટ હટાવી લેવાયો, પોલીસનું વાહિયાત રટણ

વારંવાર અથડાવવાના કારણે ઘણી વખત પ્લેટ્સના ખૂણા વળી જાય છે અને વધારે દબાણ પડવા પર આ પ્લેટ્સ તૂટવા લાગે છે. એવામાં નીચેથી નિકળેલી ઉર્જા બહારની તરફ નીકળવાના રસ્તા શોધે છે. જ્યારે તેમાં ડિસ્ટર્બન્સ આવે છે તો ભૂકંપ આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ