બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Maharashtra corona cases keeps rising as mumbai records shocking new cases in 24 hours
મહારાષ્ટ્રમાં દરરોજ કોરોના વાયરસનો ચેપ વધતો જતો દેખાઈ રહ્યો છે.દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ દર્દીઓ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 2553 નવા કેસ નોંધાયા છે. આ સાથે 24 કલાકમાં આ રોગચાળાને કારણે 109 લોકોનાં મોત નીપજ્યાં છે.
ADVERTISEMENT
મુંબઈમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1702 લોકોનાં મોત
જો તમે અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુની સંખ્યા જુઓ તો તે 3169 પર પહોંચી ગઈ છે અને કોરોના કેસોની કુલ સંખ્યા વધીને 88528 થઈ ગઈ છે. જો કે, સક્રિય કેસની સંખ્યા કુલ કેસમાંથી લગભગ અડધા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 44374 છે. અત્યાર સુધીમાં, 40975 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યાં સુધી મુંબઈની વાત છે, અહીં કોરોનાનાં 50085 કેસ છે. મુંબઈમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1702 લોકોનાં મોત નીપજ્યાં છે.
ADVERTISEMENT
સાજા થનારા લોકોની સંખ્યા પણ ઘણી સારી
ADVERTISEMENT
મુંબઈમાં આ કોરોનાનો ફેલાવો ગંભીર છે પરંતુ સાજા થનારા લોકોની સંખ્યા પણ ઘણી સારી છે. મુંબઈની હોસ્પિટલમાંથી 22032 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી છે. મુંબઈમાં સક્રિય કેસની સંખ્યા 26345 છે. જો તમે છેલ્લા 24 કલાકના આંકડા પર નજર નાખો તો મુંબઈમાં 1311 નવા કેસ નોંધાયા છે અને 64 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સાજા થયેલા કોરોના દર્દીઓની સંખ્યા 1661 છે.
ગુજરાતમાં પણ કોરોનાનો કહેર યથાવત્
ADVERTISEMENT
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 477 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 20574 થઇ છે. આજે 321 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 13964 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 31 દર્દીઓના મોત થતા મૃતાંક 1219 પર પહોંચ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 14631 નોંધાયા છે જેમાં 10128 સાજા થયા છે અને 1039ના મૃત્યુ થયા છે. ઍક્ટિવ કેસની સંખ્યા અહીં 3464 છે.
દેશની હાલત શું છે?
ADVERTISEMENT
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 2.50 લાખને વટાવી ગઈ છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અપડેટ મુજબ દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 56 હજાર 611 છે, જેમાં 7 હજાર 135 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 1 લાખ 24 હજાર 95 લોકો ઇલાજ થયા છે. દેશમાં 1 લાખ 25 હજાર 381 ઍક્ટિવ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં લગભગ 10 હજાર નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. તામિલનાડુ બીજા નંબરે છે. અહીં દર્દીઓની કુલ સંખ્યા 31 હજાર 667 છે, જેમાં 269 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 16 હજાર 999 લોકો સાજા થયા છે. દિલ્હી ત્રીજા નંબર પર છે, જ્યાં દર્દીઓની કુલ સંખ્યા 27 હજાર 654 છે, જેમાં 761 લોકોનાં મોત નીપજ્યાં છે અને 10 હજાર 664 લોકો ઇલાજ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.