બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Maharashtra CM Eknath Shinde's big statement, said- Election symbol is not needed to win elections
ADVERTISEMENT
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે 2જી ઑગસ્ટના રોજ કહ્યું હતું કે લોકો દ્વારા ચૂંટાવા માટે તેમને ચૂંટણી પ્રતીકની જરૂર નથી. શિદેને કહ્યું, કોણે દગો કર્યો? અમે કે અન્ય કોઈ? અમે ફરી એકવાર શિવસેનાનું સ્વાભાવિક ગઠબંધન કર્યું અને આ સરકાર લોકોની સરકાર છે. તમને જણાવી દઈએ કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, જેમની ગઠબંધન સરકાર શિંદેના બળવાને પગલે જૂનમાં પડી હતી, તેઓ હવે તેમના સમર્થકોને દેશદ્રોહી અથવા રાષ્ટ્રવિરોધી કહીને નિશાન બનાવી રહ્યા છે. એકનાથ શિંદેએ કહ્યું કે, મેં મારા મતવિસ્તારમાં ઘણું કામ કર્યું છે. એટલું બધું કે મને લોકો દ્વારા ચૂંટાવા માટે કોઈ ચિહ્નની જરૂર નથી.
Don't need election symbol to get elected: Eknath Shinde
— ANI Digital (@ani_digital) August 2, 2022
Read @ANI Story | https://t.co/evQPrlK5lQ#Maharashtra #EknathShinde pic.twitter.com/IF7GVQChAJ
ADVERTISEMENT
સરકારમાં જે થઈ રહ્યું હતું તે અસહ્ય હતું
ADVERTISEMENT
પુણેમાં એક રેલીમાં બોલતા એકનાથ શિંદેએ કહ્યું, સરકાર સત્તામાં આવી અને અમારી પાર્ટીના વડા મુખ્યમંત્રી બન્યા. અમે બધા કામ પર ઉતરી ગયા. દરમિયાન, લોકો મને મળવા આવતા હતા કારણ કે કેટલાક લોકો (ઉદ્ધવ ઠાકરે). તેમને મળવાનો સમય ન હતો. અમારા લોકોએ ભોગવવું પડ્યું, સરકારમાં જે થઈ રહ્યું હતું તે અસહ્ય હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું, અમે આ નિર્ણય લીધો કારણ કે, આગામી ચૂંટણીમાં શિવસેના પાસે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ ધારાસભ્યો હશે.

ADVERTISEMENT
શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું
શિંદેએ ઉદ્ધવ ઠાકરેની તેમના સમર્થકો અને નેતાઓને બેઠકનો સમય ન આપવા બદલ ટીકા કરી હતી. એકનાથ શિંદેએ પૂછ્યું, બાલાસાહેબ સાથે કામ કરનારા વરિષ્ઠ નેતાઓને પણ વર્ષા બંગલામાંથી પાછા જવું પડ્યું. આવી સત્તાનો શું ઉપયોગ ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.