બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / સુરત / Maharashtra builder lost Rs 65 lakh in taking a loan of Rs 100 crore

છેતરપીંડી / 100 કરોડની લોન, ડીલ માટે ગોવાની હોટલમાં બોલાવ્યા, બેગમાં દસ્તાવેજની જગ્યાએ નીકળ્યા લેડિઝ અંડર-ગારમેન્ટ! સુરતમાં ફરિયાદ દાખલ

Priyakant

Last Updated: 01:53 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Crime News: મહારાષ્ટ્રના બિલ્ડરે 100 કરોડની લોન લેવામાં 65 લાખ રૂપિયા ગુમાવ્યાની ઘટના, બેગમાં દસ્તાવેજની જગ્યાએ નીકળ્યા લેડિઝ અંડર-ગારમેન્ટ

  • મહારાષ્ટ્રના બિલ્ડર સાથે છેતરપીંડી 
  • લોન આપવાના બહાને પૈસા પડાવ્યાં
  • 3 લોકો સામે ફરિયાદ દાખલ

મહારાષ્ટ્રનાં બિલ્ડરે 100 કરોડની લોન લેવામાં 65 લાખ રૂપિયા ગુમાવ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રનાં બિલ્ડરે 100 કરોડની લોન લેવાની લાલચ 65 લાખમાં પડી છે. બિલ્ડરને વિશ્વાસમાં લઈ તેણે ડીલ માટે ગોવા બોલાવ્યો હતો. જોકે ગોવા એગ્રીમેન્ટ માટે બોલાવી હોટેલમાં આરોપી જે બેગ લઈ આવ્યો હતો તે બેગ ચેક કરતા રૂપિયાના બદલે લેડીઝ અન્ડર ગારમેન્ટ નીકળ્યા હતા. આ તરફ બિલ્ડરને છેતરપિંડીનું ભાન થતાં હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં મહારાષ્ટ્રનાં બિલ્ડરે 3 વ્યક્તિ સામે 65 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રનાં બિલ્ડર બિલ્ડર જગદીશ મોહનલાલ 100 કરોડનું ફાયનાન્સ લેવા સુરતનાં દિલ્હીગેટની હોટેલમાં રોકાયા હતા. અહીં તેમની મુલાકાત હોટેલમાં મીનાબેન ગાડેકર સાથે થઈ હતી. જ્યાં મહિલાએ ડોક્યુમેન્ટ ચેક કરી 50 કરોડની લોન આપવાનું કહ્યું હતું. જોકે 2 ટકા કમિશનનું જણાવી એડવાન્સમાં 50 લાખ માંગ્યા હતા. 

મહિલાએ વિશ્વાસમાં લીધા અને પછી.....
આ તરફ મહિલાએ એડવાન્સમાં 50 લાખ માંગ્યા બાદ કંપનીના શેઠ મોહનીશભાઈ ઉર્ફે મનીષ સાથે મુલાકાતનુ કહ્યું હતું. જે બાદમાં લલિત રડકે જોડે મહિલાએ બિલ્ડરની મુલાકાત કરાવી હતી. આ સાથે લોન માટે અમરોલી રહેતા મોહનીશ જોડે બિલ્ડરે મુલાકાત કરી હતી. આ દરમિયાન એગ્રીમેન્ટ માટે ગોવા બોલાવી હોટેલમાં એમ.ડી.દૂધે બેગ લઈ આવ્યો હતો. જોકે બેગ ચેક કરતા રૂપિયાના બદલે લેડીઝ અન્ડર ગારમેન્ટ નીકળ્યા હતા. આ તરફ દૂધે સુહાસ અને મીનાએ જગદીશભાઈને ધમકાવી EDમાં કેસ કરવાની ધમકી આપી હતી. 

RTGS દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવ્યા 
આ દરમિયાન ઇસમોએ EDમાં કેસ કરવાની ધમકી આપી બિલ્ડર જગદીશભાઈ પાસે RTGS દ્વારા  રૂપિયા પણ ટ્રાન્સફર કરાવ્યા હતાં. સમગ્ર મામલે હવે મહારાષ્ટ્રના બિલ્ડરે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે મીના ગાડેકર, દૂધે સુહાસ, અમર પાટીલ સામે 1.15 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. આ સાથે મહિધરપુરા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ