બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / Maharashtra Assembly election Shiv Sena Aditya Thackeray Worli Assembly seat Mumbai
ADVERTISEMENT
પરંપરા તોડીને પહેલીવાર ઠાકરે પરિવારમાંથી કોઈ વ્યક્તિ શિવસેનામાંથી ચૂંટણી લડશે. શિવસેનાએ આદિત્ય ઠાકરને વર્લીથી ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે, મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે સીટ શેરિંગને લઈને સત્તાવાર રીતે કોઈ એલાન થયું નથી. પરંતુ શિવસેનાએ સીટ શેરિંગ પહેલા જ ઠાકરે પરિવારની પરંપરા તોડી છે. શિવસેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે, બાલાસાહેબ ઠાકરે અને મનસેના પ્રમુખ રાજ ઠાકરે અત્યાર સુધીમાં સીધી ચૂંટણી લડવાથી દૂર રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન આદિત્યને જે રીતે મુખ્ય ચહેરો બનાવીને રજૂ કર્યા તેનાથી એવો શંકા ઉભી થઈ હતી કે પાર્ટી આદિત્યને મુખ્યધારાની રાજનીતિમાં ઉતારી શકે છે. સૂત્રોનું માનીએ તો શિવસેના 124 સીટો પર ચૂંટણી લડી શકે છે.
ADVERTISEMENT
Shiv Sena's Aditya Thackeray to contest from Worli Assembly seat in Mumbai. (File pic) #MaharashtraAssemblyPolls https://t.co/gZJXUnmYnT pic.twitter.com/tIhgodOGMj
— ANI (@ANI) September 29, 2019
ADVERTISEMENT
જો આદિત્યને મુખ્યમંત્રી પદના ઉમેદવારનું એલાન શિવસેના તરફથી કરવામાં આવે છે તો તેમની સહયોગી પાર્ટી ભાજપ સાથે મતભેત નક્કી છે. ભાજપ પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે મુખ્યમંત્રી પદ પોતાની પાસે રાખશે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર છે.
આદિત્ય(29) ઠાકરે પરિવારનો એવો બીજો ચેહરો હશે જે ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ પહેલા રાજ ઠાકરેની પિતરાઇ બહેન શાલિની ઠાકરે(49) લોકસભા ચૂંટમીમાં પોતાની કિસ્મત અજમાવી ચૂકી છે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના ઉમેદવાર તરીકે ચૂંટણી હારી ગઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.