બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahant Jiva Bhagat hand-feeds crocodiles near Sawni village near Veraval

વીડિયો / જીવાભગત અને મગર શીતલની દોસ્તી કેવી રીતે થઈ? માછલીઓ બની કારણ, રસપ્રદ કિસ્સો જાણવા જેવો

Dinesh

Last Updated: 05:51 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gir somnath news : વેરાવળ નજીક સવની ગામ પાસેના મંદિરના મહંત જીવા ભગત મગરને હાથેથી ખોરાક આપી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે, જે મુદ્દે મહંત જીવા ભગતની પ્રતિક્રિયા આવી છે.

  • ગીર સોમનાથમાં મગરનો વીડિયો વાયરલ
  • મહંત જીવા ભગત મગરને હાથેથી ખોરાક આપે છે
  • 'મગરને શીતલ નામથી બોલાવીએ તો પણ આવી જાય છે' 

 

gir somnath news : ગીર સોમનાથ જિલ્લાના એક વ્યક્તિના મગર પ્રેમનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. આ વીડિયોએ જોનારા લોકોને ચોંકાવી દીધા છે.  આમ તો મગર જોઈને જ લોકોનો પરસેવો છૂટી જાય છે. પરંતુ સવની ગામ નજીક માતાજી મંદિરના મહંત જીવા ભગત દ્વારા મગરને હાથેથી ખોરાક આપવામાં આવતો વીડિયો વાયરલ થયો છે. જે અંગે મંદિરના મહંત જીવા ભગતનું નિવેદન સામે આવ્યું છે.

મહંત જીવા ભગત

મહંત જીવા ભગતનું નિવેદન
વેરાવળ નજીક સવની ગામ પાસેના મંદિરના મહંત જીવા ભગત મગરને હાથેથી ખોરાક આપી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મગરને ખોરાક આપતા જીવા ભગતે જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અહીં મંદિરમાં સેવા પૂજા કરી રહ્યા છે. આ સમય દરમિયાન ઘુનામાં રહેલા એક મગર અચાનક તેમનો અવાજ સાંભળીને ખોરાક માટે આવી જાય છે. આ પરંપરા પાછલા કેટલાક વર્ષોથી સતત જોવા મળી રહી છે. વરસાદને કારણે નદીમાં પૂર આવતા ઘુનામાં મગર જોવા મળતા નથી. તેમણે કહ્યું કે, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે એક વર્ષ પૂર્વેનો હોવાનું છે 

'જે મગરનું નામ શીતલ રાખ્યું છે'
સમગ્ર મામલાને લઈને જીવા ભગતે જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા તેમનો કોઈ પણ પ્રકારે સંપર્ક કરવામાં આવ્યો નથી. વધુમાં કહ્યું કે, વર્ષોથી તેઓ ઘુનામાં રહેલી માછલીને ખોરાક આપી રહ્યા છે, ત્યારે ઘુનામાં રહેલા મગરને પણ ખોરાક પણ આપે છે. જે મગરનું નામ શીતલ રાખ્યું છે અને ઘણા વર્ષોથી તે મગરને નામથી જ બોલાવે તો પણ તે ખોરાક માટે આવી રહી છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ