કહેવાય છે કે કે પ્રયત્ન કરવાથી સિદ્ધી અચૂક મળે છે..અને આ જ બાબત આજે પણ કુલભૂષણ કેસમાં પૂરવાર થઈ છે..આખરે સરકારે કુલભૂષણની ફાંસીની સજા રોકવા માટે લડેલી લડત રંગ લાવી છે..પરંતુ આ તો હજુ અડધી જ જીત છે..કેમ કે હજુ કુલભૂષણને ભારત લાવવા માટેની લડત તો બાકી જ છે..ત્યારે અહીં સવાલ એ છે કે જાધવને પરત લાવી શકાશે? આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે પાકિસ્તાન ઉઘાડું પડ્યું છે તેને જોતા હવે જાધવ મુદ્દે પાકિસ્તાનનું વલણ બદલાશે? ભારતની આગામી રણનીતિ શું હશે?કેવી રીતે પાકિસ્તાન પર કુલભૂષણને લઈને દબાણ બનાવી શકાશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન