બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / mahalaxmi vrat 2022 till 17 september for money related problems do these mantra jaap

આસ્થા / 10 દિવસો છે ખૂબ જ ખાસ! ધન સંબંધિત મુશ્કેલીઓ માટે કરો માતા લક્ષ્મીની ખાસ પુજા, આ મંત્રોના જાપથી થશે લાભ

Arohi

Last Updated: 06:44 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાલક્ષ્મી વ્રત 16 દિવસનું હોય છે. આ 16 દિવસોમાં દેવી લક્ષ્મીની પૂજા વિધિ-વિધાન પ્રમાણે કરવામાં આવે છે. જે ભક્તો સતત 16 દિવસ સુધી મહાલક્ષ્મીનું વ્રત રાખે છે તેમની ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

  • 16 દિવસનું હોય છે મહાલક્ષ્મી વ્રત
  • નિયમ અનુસાર કરો પૂજા-અર્ચના 
  • ધન સંબંધિત તમામ સમસ્યાઓ થશે દૂર 

રાધા અષ્ટમીના દિવસે મહાલક્ષ્મી વ્રતની શરૂઆત થાય છે. 16 દિવસ સુધી ચાલનારા મહાલક્ષ્મીનું વ્રત 17 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ 16 દિવસો સુધી સતત ઉપવાસ રાખવામાં આવે છે. આ દિવસોમાં દેવી લક્ષ્મીની પૂજા સંપૂર્ણ ભક્તિ અને વિધિપૂર્વક કરવામાં આવે છે. 

પરંતુ પૂજાની સાથે જો આ 16 દિવસો સુધી મહાલક્ષ્મીના મંત્રોનો જાપ કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

મનોકામના માતા લક્ષ્મી કરશે પુરી 
માન્યતા છે કે મહાલક્ષ્મી વ્રત સાચ્ચા દિલ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો વ્યક્તિની દરેક મનોકામના માતા જલ્દી પુરી કરે છે. સાથે તેમના ઘરે વાસ કરે છે. આ દિવસોમાં લેવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયો પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ ઉપાય કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. ચાલો તેના પર એક નજર કરીએ.

કરો આ મંત્રોનો જાપ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 16 દિવસના વ્રતની શરૂઆત ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે. 3જી સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ ઉપવાસ 17મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ 16 દિવસ સુધી સવાર-સાંજ દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. તેમજ પૂજા કર્યા પછી આમાંથી કોઈપણ એક મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ.

  • પદ્માનને પદ્મ પદ્માક્ષ્મી પદ્મ સંભવે તન્મે ભજસિ પદ્માક્ષિ યેન સૌખ્યં લભામ્યહમ્
  • ઓમ શ્રી હ્રીં ક્લી શ્રી સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ
  • ધનાય નમો નમઃ
  • ઓમ લક્ષ્મી નમઃ 
  • ઓમ શ્રી હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ
  • ઓમ હ્રીં હ્રીં શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ
  • લક્ષ્મી નારાયણ નમઃ 
  • ઓમ હ્રીં ત્રિં હું કટ 
  • ઓમ ધનાય નમઃ 
  • ઓમ હ્રીં શ્રી ક્લીં શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પુરયે, ધન યુરયે, ચિંતાએ દૂરયે-દૂરયે સ્વાહાઃ 

જણાવી દઈએ કે આ મંત્રોના જાપ સ્ફટિક, કમલગટ્ટાની માળાથી કરો. 

મહાલક્ષ્મીના ઉપાયો
દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. મા લક્ષ્મીની પૂજા કર્યા પછી તેમને 7 કોડિઓ ચઢાવો અને પછી આ કોડીઓને ઘરના કોઈપણ ખૂણામાં દબાવવાથી ધનમાં વૃદ્ધિ થવાની સંભાવના વધી જાય છે.

મા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. તેમજ ઓમ નમો વાસુદેવાય નમઃ મંત્રની સાથે ઓમ મહાલક્ષ્માય નમઃનો જાપ કરો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. દેવી લક્ષ્મીને ગુલાબનું ફૂલ ચઢાવો અને પછી આ ફૂલને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ