બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:14 AM, 11 January 2025
મહાકુંભ સનાતન ધર્મનો સૌથી મોટો મેળો છે. આ મેળામાં દેશ-દુનિયાથી લાખો-કરોડો લોકો આવે છે. મહાકુંભમાં અખાડા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. આ દરમિયાન અખાડાઓની શોભાયાત્રા અને શહેરમાં તેમનો પ્રવેશ થાય છે. બધા જ અખાડાની પોતાની ભૂમિકા હોય છે. મહાકુંભ 2025 પ્રયાગરાજમાં સાધુ-સંતોના અખાડામાં પ્રવેશ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ મહાકુંભનો સૌથી મોટો અખાડો કયો છે.
ADVERTISEMENT
મહાકુંભ શરૂ - 13 જાન્યુઆરી 2025
મહકુંભ સમાપ્તિ - 26 ફેબ્રુઆરી 2025
ADVERTISEMENT
महाकुंभ का जयघोष! 🙏🏻🚩
— MahaKumbh 2025 (@MahaaKumbh) January 8, 2025
आस्था और भक्ति का महापर्व - महाकुंभ 2025 के लिए विशेष गीत 🎶 pic.twitter.com/5J9JTEeMfo
અખાડો શું છે?
અખાડો નામ સાંભળતા જ મનમાં કુશ્તીના ફોટોસ આવે છે પરંતુ સાધુ-સંતોના સંદર્ભમાં અખાડો એક રીતે હિન્દુ ધર્મનો મઠ કહી શકાય છે. અખાડો સાધુઓનું તે દળ હોય છે જે શસ્ત્રવિદ્યામાં નિપૂર્ણ હોય છે.
કોને કરી અખાડાની શરૂઆત
અખાડાની શરૂઆત આદિ શંકરાચાર્યએ કરી હતી. કહેવામાં આવે હે કે તેમણે હિન્દુ ધર્મની રક્ષા માટે શસ્ત્રવિદ્યામાં નિપૂર્ણ સાધુઓના સંગઠન બનાવ્યા હતા. અત્યારે કૂલ 13 અખાડા છે, જેને 3 કેટેગરી શૈવ, વૈષ્ણવ અને ઉદાસીનમાં વહેચવામાં આવ્યા છે.
કેટલા અખાડા છે
શૈવ અખાડો- શૈવ સંપ્રદાયના કૂલ 7 અખાડા છે. તેમના અનુયાયી ભગવાન શિવની પૂજા કરે છે.
વૈષ્ણવ અખાડો- વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અખાડા છે, જે ભગવાન વિષ્ણુ અને તેમના અખાડાની પૂજા કરે છે.
ઉદાસીન અખાડો- ઉદાસીન સંપ્રદાયના પણ ત્રણ અખાડા છે, આ અખાડાના અનુયાયી 'ૐ' ની પૂજા કરે છે.
“श्री पंच दशनाम आह्वान अखाड़ा की भव्य पेशवाई का आयोजन आध्यात्मिक शक्ति, संस्कृति और परंपरा का अनुपम संगम है” ।
— MahaKumbh 2025 (@MahaaKumbh) December 22, 2024
आइए, इस अद्वितीय दृश्य के साक्षी बनें और हमारी धरोहर का गौरव बढ़ाएं।
चलों कुम्भ चलें 🙏#Mahakumbh2025 pic.twitter.com/K3W0JpNVQM
મહાકુંભમાં કયો અખાડો સૌથી મોટો છે?
શ્રી પંચદશનામ જૂના અખાડાને શૈવ સંપ્રદાયનો સુથી મોટો અખાડો માનવમાં આવ્યો છે. આની સ્થાપના ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં 1145માં થઈ.
આ અખાડાના ઇષ્ટ દેવ શિવ અને રુદ્રાવતાર દત્તાત્રેય છે. આનો મુખ્યાલય વારાણસીમાં છે.
આ અખાડો વીશેષ રૂપે નાગા સાધુ માટે જાણીતો છે. નાગા સાદુઓની સૌથી વધારે સંખ્યા આ અખાડામાં જોવા મળે છે. આમાં લગભગ 5 લાખ નાગા સાધુ અને મહામંડલેશ્વર સન્યાસી છે.
આ અખાડના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજ છે અને આંતરરાષ્ટ્રીય સંરક્ષક શ્રીમહંત હરિગીરી છે.
વધુ વાંચો: આયો રે શુભ દિન આયો રે! મકરસંક્રાતિ પહેલા સૂર્યનું નક્ષત્ર પરિવર્તન, 5 જાતકોના નસીબ જાગશે
જૂના અખાડાની શોભાયાત્રા મહારાજાઓની જેવી હોય છે. આમાં સ્વર્ણ રથ સહિત ઘણા પ્રકારના વૈભવ જોવા મળે છે. આ અખાડાની શોભાયાત્રામાં હાથી પણ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.