બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 80 કલાક બાદ જૂનાગઢ ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુને શોધી લેવાયા, સિવિલમાં દાખલ

હેમખેમ મળ્યા / 80 કલાક બાદ જૂનાગઢ ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુને શોધી લેવાયા, સિવિલમાં દાખલ

Last Updated: 01:44 PM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

240 પોલીસકર્મીઓ અને 30 વનકર્મીઓ તેમને શોધવાના કામમાં લાગ્યા હતા. બીજી તરફ SDRF ટીમના 40 જવાનો પણ સર્ચમાં જોડાયા હતા. અને જટાશંકર પાસેથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું

છેલ્લા ત્રણ દિવસથી ગુમ મહાદેવ ભારતી બાપુને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.. મહાદેવ ભારતી બાપુ જૂનાગઢના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે.

મહાદેવ ભારતી બાપુ, જેઓ લઘુમહંત તરીકે ભારતી આશ્રમમાં સેવા આપતા હતા, છેલ્લા 3 દિવસથી ગુમ હતા. તેમના ગુમ થવાની જાણ થતાં પોલીસ અને અન્ય સંબંધિત વિભાગના કાફલાઓને શોધખોળ માટે જંગલ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.

240 પોલીસકર્મીઓ અને 30 વનકર્મીઓ તેમને શોધવાના કામમાં લાગ્યા હતા. બીજી તરફ SDRF ટીમના 40 જવાનો પણ સર્ચમાં જોડાયા હતા. અને જટાશંકર પાસેથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.ગિરનારનો વિસ્તાર ૧૮૨.૫૪ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે, તેથી તેમનો શોધવા સરળ નહોતા. જંગલ વિસ્તારમાં તપાસ દરમિયાન મહાદેવ ભારતી બાપુ અશક્ત હાલતમાં મળી આવ્યા હતા.

મહાદેવ ભારતી બાપુના સુરક્ષિત મળવાથી આશ્રમના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને બાપુની તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ મહેલ જેવા ફ્લેટ ધારાસભ્યોને ફાળવાયા, હાર્દિક પટેલ આ નેતાના પાડોશી, કોને ક્યા નંબરનો ફ્લેટ મળ્યો, કેવી રીતે થાય નક્કી?

જૂનાગઢ સ્થિત પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં સમગ્ર ગુજરાતના સંત સમાજ અને તેમના અનુયાયીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. . મહાદેવ ભારતી બાપુએ આશ્રમમાંથી ગુમ થતા પહેલાં એક ચિઠ્ઠી પણ લખી હોવાનું સામે આવ્યું હતું.. જેમાં તેમણે કેટલાક શખ્સોના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો.. જેનાથી આ કેસની ગંભીરતા વધી હતી. .

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahadev Bharti Bapu Found Safe Forest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ