બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Maha Shivaratri 2020 Gujarat biggest flame kanteshwar mandir Berna

મહાશિવરાત્રી / 51 ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમા, 400 કિલો ગ્રામ ઘી અને 25 કિલો રૂની ગુજરાતની આ સૌથી મોટી જ્યોત

Hiren

Last Updated: 06:04 PM, 21 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા બેરણા ગામે ગુજરાતમાં સૌથી મોટી જ્યોત પ્રગટાવી આજે શિવરાત્રી નિમિત્તે શિવજીની વિશેષ આરાધના છેલ્લા 20 વર્ષથી અવિરતપણે કરાય છે. જેમાં 51 ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમા સામે દર વર્ષે આજના દિવસે 25 કિલો રૂની જ્યોત બનાવી 400 કિલો ગ્રામ ઘી થકી વિશેષ આરાધના કરાય છે.

  • 20 વર્ષથી કંટેશ્વર મહાદેવની પૂજા
  • 25 કિ.ગ્રા. રૂઉપયોગ કરીને જ્યોત પ્રગટે છે
  • 400 કિલો ગ્રામ ઘીનો ઉપયોગ કરાય છે

સાબરકાંઠાના હિંમતનગર નજીક છેલ્લા 20 વર્ષથી કંટેશ્વર મહાદેવ નામે ઓળખાતા બેરણા ધામમાં 1008 શિવલિંગ થકી 51 ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમા બનાવવામાં આવેલ છે. જેમાં આજના દિવસે 25 કિલોગ્રામ રૂ ઉપયોગ કરી એક જ્યોત બનાવવામાં આવે છે. જેમાં 400 કિલો ગ્રામ ઘીનો ઉપયોગ કરાય છે જે આગામી બે દિવસ સુધી આ જ્યોત યથાવત રહે છે. તેમજ આજે શરૂ થયેલા શિવરાત્રી નિમિત્તેના મહોત્સવ આ પ્રસંગે આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી 1 લાખથી વધારે લોકો બેસણા ધામમાં ઉજવાતો મહોત્સવ ભાગીદાર બને છે. આજના દિવસે છેલ્લા 20 વર્ષથી યોજાતા રહેલા મહોત્સવમાં હજારો લોકો હાજર રહે છે. તેમજ પવિત્ર જો તને ભગવાન શિવજીની પ્રતિમાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે.

વર્ષમાં એક જ વાર આ જ પ્રગટાવવામાં આવે પવિત્ર જ્યોત

સામાન્ય રીતે શિવરાત્રી નિમિત્તે ગુજરાતના મોટાભાગના શિવાલયોમાં બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. ત્યારે હિંમતનગરના બેરણા ધામમાં પણ આજના દિવસે શિવ સ્તુતિ તેમજ શિવદર્શનની સાથે સાથે પવિત્ર જ્યોતના દર્શનથી પણ લોકો ધન્યતાનો ભાવ અનુભવે છે. વર્ષમાં એક જ વાર આ જ પ્રગટાવવામાં આવે છે તેમજ આ જૂથના દર્શન માટે હજારો કિલોમીટરનું અંતર કાપીને પણ ભક્તજનો કંટેશ્વર મહાદેવમાં આવતા હોય છે. જોકે સમગ્ર ગુજરાતમાં આટલી મોટી જ્યોત બનતી હોય તેવું બેરણાં ધામ એકમાત્ર મંદિર છે જ આટલી મોટી જ્યોત બનાવી ભગવાન શિવની વિશેષ આરાધના કરાય છે.

શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે

જોકે ગુજરાતમાં એક મંત્ર મંદિર હોવાની સાથોસાથ હજારો લોકોના આસ્થાનું પણ આ એક માત્ર કેન્દ્ર હોવાના પગલે આજના દિવસે યાદ ઘોડાપૂર ઊમટે છે. તેમજ આગામી સમયમાં પણ ભક્તોની શ્રદ્ધા ટકી રહે તે માટે આજના દિવસે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. ત્યારે શિવરાત્રી નિમિત્તે પ્રત્યેક દર્શનાર્થી મંદિરની જો તેમજ ભગવાન શિવની પ્રતિમા દર્શન કરીને એક જ નાદ બહાર આવે છે બમ બમ ભોલે બમ બમ ભોલે....

સંકળાયેલા મુદ્દાઓ

gujarat kanteshwar mahadev maha shivaratri 2020 કંટેશ્વર મહાદેવ ગુજરાત મહાશિવરાત્રી maha shivaratri 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ