બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:38 PM, 30 June 2023
ADVERTISEMENT
એક બાળકી જન્મતાની સાથે જ કરોડપતિ બની ગઈ છે. આલીશાન હવેલી, મોંઘી કારો અને નોકર-ચાકર બધુ તેના નામે થઈ ગયું છે. આ બધુ તેને મળ્યો પોતાના અમીર દાદા પાસેથી. તેના જન્મના 48 કલાક બાદ જ તેમણે પોતાની પૌત્રી પર પૈસાનો વરસાદ કરી દીધો. દાદાએ 50 કરોડ રૂપિયાથી વધારેનું એક ટ્રસ્ટ ફંડ પણ પૌત્રીને ગિફ્ટ કર્યુ છે. જાણો શું છે સમગ્ર મામલો...
ADVERTISEMENT
અમેરિકામાં રહેનાર બેરી ડ્રિવિટ-બાર્લોની દિકરીએ હાલમાં જ એક બાળકીને જન્મ આપ્યો છે. બેરીએ પૌત્રીના જન્મ બાદ ઈન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે. સાથે જ પૌત્રીને ગિફ્ટમાં કરોડોની હવેલી અને ટ્રસ્ટ ફંડ પણ આપ્યું છે.
10 કરોડની હવેલી પૌત્રીને કરી ગિફ્ટ
51 વર્ષના બેરીએ લગભગ 10 કરોડ રૂપિયાની એક આલીશાન હવેલી અને લગભગ 52 કરોડ રૂપિયાના ટ્રસ્ટ ફંડ પોતાના પૌત્રીના નામે કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે પોતાની દિકરી અને પોત્રીની તસવીરને શેર કરતા લખ્યું- આજે મારી 23 વર્ષની દિકરી સેફ્રન ડ્રિવિટ-બાર્લોએ એક બાળકીને જન્મ આપ્યો છે. અમે ખૂબ જ ખુશ છીએ. અમે પોતાની પોત્રીને શકન આપ્યું છે.
બેરીએ જણાવ્યું કે ગયા અઠવાડીએ તેમણે આ હવેલીને ખરીદી હતી. તે તેનું ઈન્ટીરિયર પોતાની પૌત્રીના હિસાબથી ડિઝાઈન કરાવશે. કારણ કે હવે આ હવેલી તેની પૌત્રીની થઈ ચુકી છે.
કોણ છે બેરી ડ્રિવિટ-બાર્લો?
ઈન્સ્ટાગ્રામ પર બિઝનેસમેન બેરીએ પોતાને આર્ટિસ્ટ ગણાવ્યા છે. એક રિપોર્ટ અનુસાર તે 1600 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. બેરી પોતાના પરિવારને કરોડોના ગિફ્ટ આપવા માટે મોટાભાગે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે તેમણે 4 મિલિયન પાઉન્ડ ચર્ચ કરી નાખ્યા હતા. ક્રિસમસ પર પણ તે ખૂબ ખર્ચ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.