બ્રેકિંગ ન્યુઝ
VTV / Lucky draw among strategies planned to improve Covid vaccination coverage
Hiralal
Last Updated: 05:50 PM, 22 November 2021
ADVERTISEMENT
દેશમાં હજુ કોરોના વેક્સિનેશનની સ્પીડ જેટલી જોઈએ તેટલી આવી નથી. લોકો હજુ પણ વેક્સિન લેવામાં આનાકાની કરી રહ્યાં છે ત્યારે હવે તેમને વેક્સિન લેતા કરવા માટે રોકડ લાભ અથવા તો ઘરવપરાશની વસ્તુઓ આપવા માટે લકી ડ્રો યોજના શરુ કરવા કેન્દ્ર સરકારે કમર કસી છે.
અઠવાડિક કે માસિક લકી ડ્રો શરુ કરવાની વિચારણા
મીડિયા રિપોર્ટ અનુસાર, વેક્સિનેશનની સ્પીડ વધારવા માટે સરકાર અઠવાડિક કે માસિક લકી ડ્રો શરુ કરવાની વિચારણા કરી રહી છે. વેક્સિનેશન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટેની રણનીતિ પર કામ કરાઈ રહ્યું છે. વેક્સિનનો બન્ને ડોઝ લેનાર માટે લકી ડ્રો કાઢવાની પણ સરકારની યોજના છે.
ADVERTISEMENT
વેક્સિન લેનાર લોકોને મળી શકે છે આ ઈનામ
વેક્સિનના બન્ને ડોઝ લેનાર લોકોને લકી ડ્રો દ્વારા ઘરેલુ ચીજો, કિચનમાં વપરાતી વસ્તુઓ, રેશન કીટ, યાત્રાના પાસ કે રોકડ પુરસ્કાર મળી શકે છે. સરકાર સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાના પગલાં પર પણ વિચાર કરી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કોઈને એમ્બેસેડર બનાવી શકાય છે અને દરેક હોમ નોક કેમ્પેઇન પણ શરૂ કરી શકાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશની લગભગ 82 ટકા વસ્તીને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.
કોરોનાના બૂસ્ટર ડોઝની પણ વિચારણા
વિશ્વના ઘણા દેશોમાં કોરોના રસીનો બે ડોઝ લેનારા નાગરિકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. અમેરિકા, જર્મની, ઇઝરાયલ સહિત ઘણા દેશો આ લિસ્ટમાં સામેલ છે. અમેરિકા, યુરોપના બાળકોએ પણ કોરોના વેક્સિન આપવાનું શરૂ કર્યું છે. ઘણા દેશોમાં, બે વર્ષથી વધુ વયના બાળકોને કોવિડ રસી આપવાની કવાયત શરૂ થઈ ગઈ છે. જોકે ભારતમાં તેને મંજૂરી આપવાની બાકી છે. કોવેક્સિન, ઝિડસ કેડિલા સહિતની ઘણી કંપનીઓ બાળકો માટે કોરોના વેક્સિન બનાવવામાં વ્યસ્ત છે. ભારતના આરોગ્ય નિષ્ણાતો ગંભીર રીતે બીમાર, વૃદ્ધો, આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કામદારોને કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાની હિમાયત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.