ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ આખરી ઓવરમાં રોમાંચક વળાંક પર સમાપ્ત થઈ. લખનૌની ટીમે IPLમાં પોતાની પ્રથમ જીત નોંધાવી અને ચેન્નાઈ સુપર કિંગ્સને ધમાકેદાર મેચમાં હરાવ્યું છે.ખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે 19.3 ઓવરમાં 211 રન બનાવી નાખ્યા હતા.
#IPL2022: Lucknow Super Giants beat Chennai Super Kings by six wickets to chase 211-run target in 19.3 overs.
— ANI (@ANI) March 31, 2022
ADVERTISEMENT
LSGએ 211 રન આસાનીથી કરી નાખ્યા
IPL 2022 માં, ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 210 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સે ધમાકેદાર બેટિંગ કરતા તે આસાનીથી ચેઝ પણ કરી લીધો હતો. છેલ્લી ઓવરમાં લખનૌના ધડાકાની મદદથી ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં લખનૌ સુપર જાયન્ટ્સની આ પ્રથમ જીત છે, જે યાદગાર સાબિત થઈ છે. લખનૌની ટીમે 19.3 ઓવરમાં 211 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ADVERTISEMENT
છેલ્લી બે ઓવરમાં આખી મેચ બદલાઈ ગઈ
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને છેલ્લી બે ઓવરમાં 34 રનની જરૂર હતી. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે શિવમ દુબેને બોલિંગ માટે ઉતાર્યો હતો. પરંતુ તેના પહેલા બોલ પર જ આયુષ બદોનીએ સિક્સર ફટકારી હતી, જેના પછી મેચ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. આવા સમયે 22 વર્ષના આયુષ બદોનીએ લખનૌનું ભાગ્ય બદલી નાખ્યું. 19મી ઓવર નાખવા આવેલા શિવમ દુબેની ભૂલ ચેન્નાઈને ભારે પડી હતી. શિવમ દુબેની આ ઓવરમાં કુલ 25 રન આવ્યા, ત્યારબાદ ચેન્નાઈની વાપસી મુશ્કેલ બની ગઈ હતી.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👌 👌
— IndianPremierLeague (@IPL) March 31, 2022
A mighty batting performance from @LucknowIPL to seal their maiden IPL victory. 👏 👏 #TATAIPL | #LSGvCSK
Scorecard ▶️ https://t.co/uEhq27KiBB pic.twitter.com/amLhbG4w1L
ADVERTISEMENT
મેચમાં છેલ્લી ઓવર સુધી રોમાંચ રહ્યો
છેલ્લી ઓવરમાં લખનૌને માત્ર 9 રનની જરૂર હતી. જે આસાનીથી પ્રથમ 3 બોલમાં જ કરી નાખ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સે શાનદાર શરૂઆત કરી. ક્વિન્ટન ડી કોકે 61 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન કેએલ રાહુલે પણ 40 રન બનાવ્યા હતા. અંતે એવિન લુઈસે માત્ર 23 બોલમાં 55 રન ઝીંકી ચેન્નાઈ સુપર કિંગ્સ પાસેથી મેચ છીનવી લીધી હતી.
ADVERTISEMENT
ચેન્નાઈ સુપર કિંગ્સે રનનો ખડકલો કર્યો હતો
રોબિન ઉથપ્પાએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઓપનિંગ કરી તોફાની ઇનિંગ્સ રમી હતી. ઉથપ્પાએ માત્ર 25 બોલમાં ફિફ્ટી ફટકારીને સારો દેખાવ કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડ આ મેચમાં ફરી નિષ્ફળ ગયો અને માત્ર એક રન બનાવી આઉટ થઈ ગયો હતો. આ સિઝનમાં પ્રથમ વખત રમતા મોઈન અલીએ 35 રન ફટકાર્યા હતા. ચેન્નાઈ તરફથી શિવમ દુબેએ પણ 49 રનની તોફાની ઇનિંગ રમી હતી. અંતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 6 બોલમાં 16 રન બનાવી ટીમને 210 રન સુધી પહોંચતી કરી હતી. આટલા મોટા સ્કોર પછી પણ ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ જીતી શકી નથી અને આઈપીએલ 2022માં cskની આ સતત બીજી હાર છે.
સંકળાયેલા મુદ્દાઓ