બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / LRD recruitment DyCM Nitin Patel major decision gujarat government
ADVERTISEMENT
સવારથી ચાલી રહેલ બેઠક બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યુ હતું કે LRDની ભરતીમાં તમામ લાયકાત વાળા ઉમેદવારોને ભરતી મળશે. 62.5 ટકાથી વધુ માર્ક મેળવનારની LRDમાં ભરતી થશે.
62.5 ટકા ધરાવતા તમામ ઉમેદવારોની ભરતી કરાશે
GRને નજરઅંદાજ કરીને સરકારે નિર્ણય કર્યો છે. લાયક ઉમેદવારોને માટે ગુણાંક 62.5 ટકા છે. 62.5 ટકા ગુણાંકવાળા તમામની ભરતી કરાશે. 2018ના પરિપત્રને ધ્યાને લીધા સિવાય LRDમાં ભરતી થશે. 62.5 ટકા ધરાવતી તમામ જ્ઞાતિઓની બહેનોની ભરતી કરાશે. OBCની 1834 જગ્યા વધારી 3248 કરાઇ છે. 1193 ભરતી થવાની હતી. RDમાં હવે 5227 ઉમેદવારોની ભરતી થશે. OBCની જગ્યા 1834માંથી 3248 કરાઈ હતી. LRDમાં જેટલી બેઠકોમાં ભરતી થવાની હતી તેનાથી વધુની ભરતી થશે. Lઆદિવાસી સમાજની 476ના સ્થાને 511 મહિલાઓને નોકરી મળશે. SCની 588 બેઠકો પર ભરતી કરાશે. જનરલ 421 હવે 880 મહિલાઓને નોકરી મળશે.
ADVERTISEMENT
2018ના પરિપત્રના ઉકેલ સુધી કોઇ ભરતી નહીંઃ DyCM
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 2018 પરિપત્રનો ઉકેલ ન થાય ત્યા સુધી કોઇ ભરતી થશે નહીં. કોર્ટના નિર્ણય સુધી ગુજરાતમાં કોઈ નવી ભરતીઓ થશે નહી. હાઇકોર્ટના ચુકાદા બાદ જ નવી ભરતી થશે. LRDમાં હવે 5 હજાર 227 ઉમેદવારોની ભરતી થશે. 2018ના પરિપત્ર મુદ્દે HCના ચુકાદા બાદ નવી ભરતી થશે. હાલ રાજ્ય સરકારે સમાધાનકારી નિર્ણય કર્યો છે. વહેલી તકે ઉમેદવારોને હુકમો આપવામાં આવશે.
ADVERTISEMENT
રાજ્ય સરકારના નિર્ણય બાદની સ્થિતી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.