બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / મનોરંજન / બોલિવૂડ / Lovebirds Arjun Kapoor, Malaika Arora Enjoy Romantic Lunch Date Amid Break-Up Rumours

રિલેશનશીપ કન્ફર્મ / VIDEO : નથી થયું મલાઈકા-અર્જુન કપૂરનું બ્રેકઅપ, વરસાદમાં લંચ ડેટ પર પહોંચ્યું કપલ, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 06:00 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના હોટ કપલ મલાઈકા અરોરા-અર્જુન કપૂરના બ્રેકઅપની અફવા ખોટી નીકળી છે. રવિવારે આ કપલનો લંચ ડેટનો વીડિયો વાયરલ થયો હતો.

  • મલાઈકા અરોરા-અર્જુન કપૂરના બ્રેકઅપની અફવા ખોટી નીકળી
  • રવિવારે મલાઈકા-અર્જુન સાથે સાથે દેખાયા
  • વરસાદમાં લંચ ડેટ પર ગયાનો વીડિયો વાયરલ 

બોલિવુડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થયું છે અને અર્જુન બીજી એક્ટ્રેસ સાથે ઈશ્ક લડાવી રહ્યો છે તેવી અફવા શનિવારે ઉડી હતી પરંતુ તેમનું બ્રેકઅપ થયું નથી તેનો પુરાવો આપતો એક વીડિયો રવિવારે સામે આવ્યો છે. અર્જુન અને મલાઈકાના સંબંધો વિશે સતત વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી, પરંતુ હવે બંનેના જાહેર દેખાવે સ્પષ્ટ કરી દીધું છે કે આ બધુ બકવાસ છે. તેઓ હજુ પણ સાથે છે અને બધું સારું છે. રવિવારે અર્જુન અને મલાઈકા સાથે જોવા મળ્યા હતા.

મુંબઈમાં વરસાદમાં લંચ ડેટ પર ગયા 
રવિવારે મુંબઈમાં વરસાદ પડી રહ્યો હતો ત્યારે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લંચ માટે બહાર ગયા હતા. બંનેએ સાથે લંચ કર્યું, લંચ માટે જતી વખતે તેઓ સાથે જોવા મળ્યાં હતા. જોકે બન્નેએ કંઈ કહ્યું નહોતું. 

ભગવાનનો આભાર બંને સાથે છે-ચાહકોને ગમ્યાં સમાચાર 
બંનેને આ રીતે એકસાથે જોઈને ફેન્સ પણ રિએક્શન આપવા લાગ્યા. કેટલાકે કહ્યું કે ભગવાનનો આભાર બંને સાથે છે અને તેમનું બ્રેકઅપ નથી થયું. બીજા યુઝરે મલાઈકા અરોરાના વ્હાઇટ કલરના આઉટફિટના વખાણ કર્યા. એક દિવસ પહેલા, અર્જુન કપૂરે મલાઈકા અરોરાની પોસ્ટ પર ટિપ્પણી કરી હતી અને સંકેત આપ્યો હતો કે બંને વચ્ચે બધું બરાબર છે. બીજી તરફ, મલાઈકાએ અર્જુનની બહેનો ખુશી, જાન્હવી અને અંશુલા કપૂરને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી હોવાનું કહેવાય છે.

કુશા કપિલા સાથે અર્જુનના ડેટની અફવા 
મલાઈકા અને અર્જુન કપૂરે બ્રેકઅપની અફવાઓ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે કુશા કપિલાએ ચોક્કસપણે મૌન તોડ્યું. વાસ્તવમાં, અર્જુન સાથે કુશાનો એક ફોટો સામે આવ્યો હતો, જે પછી લોકોએ કહેવાનું શરૂ કર્યું હતું કે બંને ડેટ કરી રહ્યા છે અને અભિનેતાએ મલાઈકા સાથે બ્રેકઅપ કરી લીધું છે. પરંતુ કુશાએ આવી અફવાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને વાહિયાત ગણાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ