બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Looking at the mobile phone, the wife became angry, the husband's private part was cut with a blade, what did you see?
Vishal Khamar
Last Updated: 11:25 PM, 23 July 2023
ADVERTISEMENT
એક વ્યક્તિ તેની પૂર્વ પત્નીની ઈન્સ્ટા રીલ જોઈને ચોંકી ગયો. આ કારણે તેની બીજી પત્ની એટલી ગુસ્સામાં આવી ગઈ કે તેણે બ્લેડ વડે પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. આ ચોંકાવનારી ઘટના આંધ્ર પ્રદેશના NTR જિલ્લાની છે. ઘટના બાદ પરિવારના સભ્યો યુવકને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે પીડિતા આનંદ બાબુ (26)ના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા. પરંતુ સતત ઝઘડાઓ બાદ તે પોતાની પત્નીથી અલગ થઈ ગયો હતો. ચાર વર્ષ પહેલા તેણે વર્મા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી બંને એનટીઆર જિલ્લાના મપ્પલા ગામમાં રહે છે અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
ઉગ્ર બોલાચાલી મારામારી સુધી પહોંચી
શનિવારે 22 જુલાઈ સવારે વર્માએ જોયું કે તેના પતિ આનંદ બાબુ મોબાઈલમાં વ્યસ્ત હતા. તેણે નજીક જઈને જોયું તો પતિ તેની પૂર્વ પત્નીનો ઈન્સ્ટાગ્રામ પર વીડિયો જોઈ રહ્યો હતો. આ જોઈને વરમ્માનો ગુસ્સો વધી ગયો અને આ પછી પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ. જે ઉગ્ર બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ. ત્યારે બાદ ગુસ્સે થયેલી પત્નીએ પતિ પર બ્લેડ વડે હુમલો કર્યો અને તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો.
તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
આનંદની બુમો સાંભળીને આસપાસના લોકો પણ તેઓનાં ઘરે પહોંચી ગયા હતા અને જોયું કે આનંદના શરીરમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. તેને તાત્કાલિક નંદીગામ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદમાં તેને વધુ સારવાર માટે વિજયવાડા રીફર કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ જણાવ્યું કે આનંદના પ્રાઈવેટ પાર્ટ પર ઊંડો ઘા છે. તબીબોએ કાપેલા ભાગને ટાંકા લઈને જોડી દીધો છે. ત્યારે હાલ તેમની તબિયત સ્થિર છે. તેમજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.