બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / London judge gave divorce judgment by mistake, judge refused to change decision

ચોંકાવનારો કેસ / ભૂલથી જજે આપી દીધો ડિવોર્સનો ચુકાદો, બાદમાં નિર્ણય બદલવા પર જજે કર્યો ઇનકાર, જાણો કેમ

Vidhata

Last Updated: 12:27 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડનથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે કોઈને પણ આશ્ચર્ય થશે. અહીં વકીલની ભૂલને કારણે કોર્ટે દંપતીને છૂટાછેડા આપી દીધા. એટલું જ નહીં, ન્યાયાધીશે નિર્ણય પાછો ખેંચવાની પણ ના પાડી દીધી.

દુનિયાનાં અલગ-અલગ દેશોમાં વિવાહિત યુગલો માટે છૂટાછેડાની પ્રક્રિયા અલગ-અલગ હોય છે. ઘણા એવા દેશ છે જ્યાં છૂટાછેડા સરળતાથી મળી જાય છે, જ્યારે ભારત સહિત ઘણા એવા દેશો છે જ્યાં છૂટાછેડા લેવા માટે વર્ષો લાગી જાય છે. પરંતુ હાલમાં જ લંડનથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે કોઈને પણ આશ્ચર્ય થશે. વાસ્તવમાં, અહીંની કોર્ટે ભૂલથી દંપતીને છૂટાછેડા આપી દીધા. સંભાળવામાં કેટલું વિચિત્ર લાગે છે કે કોઈ વ્યક્તિનાં ભૂલથી કેવી રીતે છૂટાછેડા થઈ શકે? તો ચાલો જાણીએ આખો મામલો - 

જજે નિર્ણય પાછો ખેંચવાથી કર્યો ઇનકાર 

વાસ્તવમાં આ બધું આયેશા વરદાગની લંડન સ્થિત લો ફર્મ વરદાગ્સના સોલિસિટરની એક ભૂલને કારણે થઈ ગયું. પરિણામ એ આવ્યું કે ન્યાયાધીશે નિર્ણય પાછો ખેંચવાની ના પાડી દીધી.

મિસ્ટર એન્ડ મિસિસ વિલિયમ્સ નામના આ કપલના લગ્નને 2023 સુધીમાં 21 વર્ષ થઈ ગયા હતા પરંતુ કોર્ટે હવે તેમને છૂટાછેડા આપી દીધા છે. એમ તો દંપતીએ છૂટાછેડા લેવાના જ હતા, પરંતુ હજુ તેઓ તેમના અલગ થવા માટે નાણાકીય કરાર ગોઠવવાની પ્રક્રિયામાં હતા. દરમિયાન, કોઈ અન્ય કપલનાં છૂટાછેડાના અંતિમ હુકમ દરમિયાન, વરદાગના કલર્કે કમ્પ્યુટર પરના ડ્રોપ ડાઉન મેનૂમાંથી મિસ્ટર અને મિસિસ વિલિયમ્સના નામ સિલેક્ટ કરી લીધા.

21 મિનિટમાં તૂટી ગયા 21 વર્ષના લગ્ન 

એવામાં 21 મિનિટમાં જ બંનેનાં છૂટાછેડા થઈ ગયા. જ્યારે જજને આ ભૂલ વિશે જાણ કરવામાં આવી ત્યારે તેમણે નિર્ણય બદલવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે કોર્ટના નિર્ણયમાં જનતાનો વિશ્વાસ વધુ મહત્ત્વપૂર્ણ છે. કોર્ટના ફેમિલી ડિવિઝનના અધ્યક્ષ સર એન્ડ્રુ મેકફાર્લેને જણાવ્યું કે છૂટાછેડાના અંતિમ આદેશ દ્વારા પૂરી પાડવામાં આવેલી નિશ્ચિતતા અને અંતિમતાને આદર આપવા અને તેના દ્વારા સ્થાપિત યથાસ્થિતિ જાળવી રાખવા માટે આ એક મજબૂત જાહેર નીતિનું હિત છે.

જજે કહ્યું- આવી ભૂલ કેવી રીતે થઈ શકે?

બીજી તરફ, વરદાગના પ્રતિનિધિએ જણાવ્યું કે પેઢીના ફર્મના એક વકીલે એક કપલ માટે અંતિમ છૂટાછેડા માટે અરજી કરતી વખતે ઑનલાઇન પોર્ટલ પર ભૂલ કરી દીધી અને એ કપલના છૂટાછેડા થઈ ગયા, જે છૂટાછેડા માટે તૈયાર નહોતું.

વરદાગને બે દિવસ પછી પોતાની ભૂલનો અહેસાસ થયો, પરંતુ જ્યારે તેણે હાઈકોર્ટને છૂટાછેડાના અંતિમ આદેશને રદ કરવા કહ્યું ત્યારે તેને નકારી કાઢવામાં આવ્યો. ફર્મે ભારપૂર્વક કહ્યું કે તેના કર્મચારીએ ભૂલથી ખોટા દંપતીના નામ પર ક્લિક કરી દીધું હતું, પરંતુ જજે કહ્યું કે કોઈને અંતિમ આદેશ આપવા માટે પોર્ટલ પર ઘણી સ્ક્રીનમાંથી પસાર થવું પડે છે તો આવી ભૂલ કેવી રીતે થઈ શકે.

વધુ વાંચો: ભારતમાં એકસાથે 2 લાખથી વધારે ટ્વિટર એકાઉન્ટ કરાયા Close, ભૂલથી પણ તમે આવું ના કરતા નહીંતર...!

આયેશા વરદાગે કોર્ટના નિર્ણયને ખરાબ ગણાવ્યો

આયેશા વરદાગે કોર્ટના નિર્ણયને ખરાબ ગણાવ્યો. વરદાગે કહ્યું, 'રાજ્યએ કોમ્પ્યુટર સંબંધિત ભૂલોના આધારે લોકોને છૂટાછેડા ન આપવા જોઈએ. જ્યારે કોઈ ભૂલ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવે ત્યારે કોર્ટે સમજવું જોઈતું હતું. આનો અર્થ એ થયો કે, અત્યારે આપણો કાયદો કહે છે કે ઓનલાઈન સિસ્ટમમાં થયેલી ભૂલને કારણે તમારા છૂટાછેડા થઈ શકે છે, આ યોગ્ય નથી અને આ ન્યાય નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ