બ્રેકિંગ ન્યુઝ
ભાજપે લોકસભા ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી છે. અપેક્ષા હતી તે પ્રમાણે ભાજપે ચંદીગઢથી કિરણ ખેર અને અલ્હાબાદથી રીતા બહુગુણા જોશીની ટિકિટ કાપી છે.
ભાજપે ચંદીગઢથી કિરણ ખેરને બદલે સંજય ટંડનને અને અલ્હાબાદથી નીરજ ત્રિપાઠીને મેદાનમાં ઉતાર્યાં છે.
ADVERTISEMENT
આસનસોલથી શત્રુઘ્ન સિંહા સામે એસએસ આહલુવાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ યાદીમાં નવ ઉમેદવારો છે. જેમાં ઉત્તર પ્રદેશની સાત બેઠકો અને પશ્ચિમ બંગાળની આસનસોલ અને ચંદીગઢ બેઠકનો સમાવેશ થાય છે. પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને બલિયાથી ટિકિટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
BJP releases its 10th list of candidates for the Lok Sabha elections.#LokSabaElection2024 pic.twitter.com/gyPPEm7Z40
— ANI (@ANI) April 10, 2024
ADVERTISEMENT
અખિલેશની પત્ની ડિંપલ યાદવ સામે જયવીર ઠાકુર
મેનપુરીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને અખિલેશ યાદવના પત્ની ડિંપલ યાદવ સામે ભાજપે યોગી સરકારમાં કેબિનેટ મંત્રી જયવીર ઠાકુરને ઉતાર્યાં છે. ગાઝીપુરમાં પારસનાથ રાયનો મુકાબલો સપાના ઉમેદવાર અને મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારી સામે છે. પાર્ટીએ ફુલપુરથી પ્રવીણ પટેલ, કૌશાંબીથી વિનોદ સોનકર અને મછલીશહરથી બીપી સરોજને મેદાનમાં ઉતાર્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.