બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Lok Sabha Election 2024 blow to the INDIA alliance after TMC, this party will now contest the elections alone

Lok Sabha Election 2024 / લોકસભા ચૂંટણી પૂર્વે INDIA ગઠબંધનને વધુ એક ઝટકો, TMC બાદ હવે આ પાર્ટી એકલી ચૂંટણી લડશે

Megha

Last Updated: 08:13 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલા પશ્ચિમ બંગાળમાં TMCએ રાજ્યની તમામ 42 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કર્યા તો હવે ઝારખંડમાં એક પક્ષે આ ઈન્ડિયા ગઠબંધનથી અલગ થવાની યોજના બનાવી છે.

લોકસભા ચૂંટણી 2024માં NDA ગઠબંધનનો સામનો કરવા માટે વિરોધ પક્ષોએ ઈન્ડિયા એલાયન્સની રચના કરી છે. પરંતુ ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા આ મહાગઠબંધન તુટી જશે તેવું લાગી રહ્યું છે. 

જોડાશે ભારત, જીતશે ઈન્ડિયા' I.N.D.I.Aની બેઠકમાં 3 પ્રસ્તાવ પાસ, મિટિંગ બાદ  PM મોદી પર નેતાઓના નિવેદનથી રાજકારણમાં ભૂકંપ I INDIA Alliance meeting: 3  Proposals have ...

અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઈન્ડિયા ગઠબંધનના પક્ષો વચ્ચે કોઈ સર્વસંમતિ નથી. પહેલા પશ્ચિમ બંગાળમાં, તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ કોંગ્રેસની અવગણના કરી અને રાજ્યની તમામ 42 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કર્યા. હવે બંગાળ ઉપરાંત, ઝારખંડમાં એક પક્ષે આ ગઠબંધનથી અલગ થવાની યોજના બનાવી છે. 

ઝારખંડમાં, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) એ જાહેરાત કરી છે કે તે રાજ્યની 14 લોકસભા બેઠકોમાંથી 8 પર તેના ઉમેદવારો ઉભા કરશે. સીપીઆઈએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળ બાદ હવે ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધન તૂટી ગયું છે.  CPIએ જાહેરાત કરી છે કે તે ઝારખંડની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે.

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ રવિવારે ઝારખંડમાં વિપક્ષી એલાયન્સ ઈન્ડિયાથી અલગ થવાની જાહેરાત કરતા કહ્યું કે તે રાજ્યની 14 લોકસભા બેઠકોમાંથી 8 પર એકલા ચૂંટણી લડશે. સીપીઆઈનો લોકસભામાં ઝારખંડમાંથી કોઈ સાંસદ નથી. સીપીઆઈના રાજ્ય સચિવ મહેન્દ્ર પાઠકે જણાવ્યું કે ભાજપે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ અને મહાગઠબંધન વચ્ચે હજુ સુધી બેઠક વહેંચણી અંગે કોઈ વાતચીત થઈ નથી. તેથી અમે એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.

વધુ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ: એકાએક આ સાંસદે રાજીનામું આપતા હડકંપ, જાણો કારણ

જણાવી દઈએ કે રાજ્યની 14 લોકસભા સીટોમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે 11, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) પાસે એક, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) પાસે એક અને કોંગ્રેસ પાસે એક સીટ છે. કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગીતા કોડા તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે. જણાવી દઈએ કે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને ભારતીય ગઠબંધનમાં ડાબેરી પક્ષ તરફથી મહત્વની ભૂમિકા ભજવવામાં આવે છે, પરંતુ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના અલગ થયા બાદ લોકસભામાં મહાગઠબંધન પર તેની કેટલી અસર પડે છે તે આવનારી ચૂંટણીના પરિણામ જ કહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ