બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Ahead of the Lok Sabha elections, one more BJP MP has resigned from the party

Lok Sabha Election 2024 / લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ: એકાએક આ સાંસદે રાજીનામું આપતા હડકંપ, જાણો કારણ

Vishal Khamar

Last Updated: 01:12 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિસારના બીજેપી સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાના રાજીનામાની માહિતી આપી હતી. બ્રિજેન્દ્ર સિંહે કહ્યું કે મેં રાજકીય મજબૂરીના કારણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.

હિસારના બીજેપી સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાના રાજીનામાની માહિતી આપી હતી. બ્રિજેન્દ્ર સિંહે કહ્યું કે મેં રાજકીય કારણોસર ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે મને હિસારના સંસદસભ્ય તરીકે સેવા આપવાની તક આપવા બદલ હું પાર્ટી તેમજ પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહનો આભાર માનું છું. 

બ્રિજેન્દ્ર સિંહે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજકીય વર્તુળોમાં અટકળોનો દોર શરૂ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજેન્દ્ર સિંહ હવે કોંગ્રેસનો 'હાથ' પકડી શકે છે. વાસ્તવમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહ અને ભાજપના પૂર્વ સાંસદ બ્રિજેન્દ્ર સિંહ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના ઘરે મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા.

વધુ વાંચોઃ હવે પશ્ચિમ બંગાળમાં TMC એકલું ચૂંટણી લડશે, ...તો શું ટૂટી ગયું 'INDIA' ગઠબંધન?

હરિયાણામાં લોકસભાની 10 બેઠકો છે. જો 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે તમામ 10 બેઠકો જીતી હતી. ભાજપના ઉમેદવાર બ્રિજેન્દ્ર સિંહ હિસારથી 314068 મતોથી ચૂંટણી જીત્યા. તેઓ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર છે અને IASની નોકરી છોડીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ભાજપના પૂર્વ સાંસદ બ્રિજેન્દ્ર સિંહના પિતા બિરેન્દ્ર સિંહ 2022 સુધી રાજ્યસભાના સભ્ય હતા. તેઓ 1977, 1982, 1994, 1996 અને 2005માં પાંચ વખત ઉચાનાથી ધારાસભ્ય ચૂંટાયા હતા અને ત્રણ વખત રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. બિરેન્દ્ર સિંહ 1984માં ઓમપ્રકાશ ચૌટાલાને હરાવીને હિસાર લોકસભા સીટથી સાંસદ બન્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ