બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Local body Election 2021 date declare in Gujarat
ADVERTISEMENT
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની આતૂરતાનો અંત આવી ગયો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી દેવાઈ છે. આ વખતે મહાનગર પાલિકા અને નગર પાલિકા સહિત જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવાઈ છે. કુલ 2 તબક્કામાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 21મી ફેબ્રુઆરીના દિવસે 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાનનો કાર્યક્રમ યોજાશે. 28મી ફેબ્રુઆરીએ નગર પાલિકાઓ અને પંચાયતની ચૂંટણીનુ્ં મતદાન યોજાશે.
મનપા અને નગર પાલિકાઓની ચૂંટણીના કાર્યક્રમ અલગ-અલગ રહેશે
ADVERTISEMENT
નગર પાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ
ADVERTISEMENT
81 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયત સાથે તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ માટે થોડી રાહ જોવી પડશે. 28 ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણીના મતદાન કાર્યક્રમની પૂર્ણાહૂતી બાદ 5 માર્ચના દિવસે પરિણામ જાહેર કરાશે.

ADVERTISEMENT
આ બે મહાનગર પાલિકાની ચૂંટણી હાલ નહીં
આ ચૂંટણી કાર્યક્રમમાં 8 પૈકી 2 મનપાની ચૂંટણી યોજાશે નહીં. જેમાં જૂનાગઢ અને ગાંધીનગર મનપા આ ચૂંટણીના કાર્યક્રમાંથી બાકાત રહેશે.
ADVERTISEMENT
ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તડામાર તૈયારી
કોરોનાકાળ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વચ્ચે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.
ADVERTISEMENT
વર્ષ 2015માં યોજાઇ હતી ચૂંટણી
વર્ષ 2015માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે રાજ્યમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીના આંદોલનની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જોવા મળી હતી. જેના પરિણામે રાજ્યમાં છેલ્લા બે દાયકાથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને અનેક જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો હતો. કૉંગ્રેસને આંદોલનોનો સીધો જ ફાયદો થયો હતો. પરંતુ હવે ગુજરાતનું રાજકીય વાતાવરણ બદલાયું છે. વર્ષે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ફરી 26માંથી 26 બેઠકો પર જીત મેળવી. જે બાદની પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય થયો છે. વિરોધ પક્ષે કૉંગ્રેસ પોતે જીતેલી બેઠકો પણ સાચવી શકી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.