બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Loan relief after buying a house! Modi government can bring a huge scheme for the people! 60 thousand crore rupees will be spent

સરકાર આપશે ગુડ ન્યૂઝ! / ઘર ખરીદ્યા બાદ લોનમાં મળશે રાહત! લોકો માટે જોરદાર માટે જોરદાર યોજના લાવી શકે છે મોદી સરકાર! 60 હજાર કરોડ રૂપિયા થશે ખર્ચ

Megha

Last Updated: 01:22 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પહેલા ઘર ખરીદનારાઓને સરકાર મોટી ભેટ આપશે, હોમ લોન પર વ્યાજ સબસિડી યોજના થોડા મહિનામાં શરૂ થઈ શકે, જેમાં સરકારે 60 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે.

  • સરકાર ટૂંક સમયમાં હોમ લોન પર વ્યાજ સબસિડી સ્કીમ શરૂ કરી શકે છે
  • નાના શહેરી આવાસ પર 5 વર્ષ માટે સબસિડીવાળી લોન આપવાની યોજના
  • 20 વર્ષ માટે રૂ. 50 લાખથી ઓછી હોમ લોન માટે પાત્ર હશે

ઘર ખરીદવાની યોજના બનાવી રહેલા લોકો તહેવારોની સિઝનમાં સારા સમાચાર મળી શકે છે. સરકાર હોમ લોન પર સબસિડી આપવાની તૈયારી કરી રહી છે. જેમાં સરકાર આગામી 5 વર્ષ સુધી નાનું ઘર ખરીદવા માટે લોન લેવા પર લગભગ 60 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી રહી છે. જે આગામી કેટલાક મહિનામાં લાગુ થઈ શકે છે. મોદી સરકાર તેને 2024ની ચૂંટણી પહેલા લોન્ચ કરવા માંગે છે.

મિડલ ક્લાસ માટે ટૂંક સમયમાં મોટી ગિફ્ટ ! મોદી સરકારે ગમે ત્યારે જાહેર કરી  શકે આ યોજના, શું લાભ થશે? I Ahead of polls, Modi govt mulling Rs 60,000 cr housing  loan

સરકારે 60 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી
આ યોજના હેઠળ, જો તમે 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાથી ઓછીની લોન લો છો, તો તમને મહત્તમ 9 લાખ રૂપિયા સુધીની હોમ લોનની રકમ પર વાર્ષિક 3-6.5 ટકાના દરે વ્યાજ સબસિડી મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર આ યોજનાની જાહેરાત કરી હતી. જોકે ત્યારે તેની વિગતો જાહેર કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું હતું કે આગામી વર્ષોમાં અમે નવી યોજના લઈને આવી રહ્યા છીએ. આનાથી એવા પરિવારોને ફાયદો થશે જેઓ શહેરોમાં ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટી, ચાલ અને અનધિકૃત કોલોનીઓમાં રહે છે.  

આ સબસિડી સ્કીમને થોડા મહિનામાં લાગુ કરી શકે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષના અંતમાં મોટા રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને વર્ષ 2024ના મધ્યમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા પણ બેંકો આ હાઉસિંગ લોન ઈન્ટરેસ્ટ સબસિડી સ્કીમને થોડા મહિનામાં લાગુ કરી શકે છે. સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલી યોજના હેઠળ આગામી 5 વર્ષ સુધી નાના શહેરી આવાસ પર સબસિડીવાળી લોન આપવા માટે 60,000 કરોડ રૂપિયા ખર્ચવાની તૈયારી છે. 

Topic | VTV Gujarati

પીએમ મોદીએ કરી હતી જાહેરાત
રિપોર્ટનું માનીએ તો ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર ઘર ખરીદનારાઓને રાહત આપવા માટે બેંક લોન સ્કીમ લાવવાની જાહેરાત કરી હતી. હવે જે સમાચાર આવ્યા છે તે માત્ર ઘર ખરીદનારાઓ માટે છે અને એમ કહી શકાય કે સરકાર તેમને ઘણી રાહત આપી શકે છે. દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર ચૂંટણી પહેલા હોમ લોન પર સબસિડી આપવાની યોજના શરૂ કરી શકે છે. 

ટૂંક સમયમાં ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર લોન પર મળતી સબસિડી સીધી ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજના તેના અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને પ્રસ્તાવને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ લાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં લોકોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર એવી હોમ લોન સ્કીમ લાવવા જઈ રહી છે જેનાથી લોકોને આર્થિક રીતે ફાયદો થશે.

Tag | VTV Gujarati

તેનાથી 25 લાખ લોન અરજદારોને ફાયદો થઈ શકે છે
એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત યોજનાને ટૂંક સમયમાં શરૂ થશે અને 2028 સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરીની જરૂર પડશે. આ યોજનાથી શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા જૂથોના 25 લાખ લોન અરજદારોને ફાયદો થઈ શકે છે. બેંકોએ લાભાર્થીઓની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. આ પગલાથી હોમ લોન પોર્ટફોલિયોમાં એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં લોન વધારવામાં મદદ મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ