બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આલિયા અને રણબીરના લગ્નની વિધિઓ શરૂ થઈ
બોલીવૂડના પ્રેમી પંખીડાઓ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તેમના ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા..જેનો આખરે અંત આવ્યો છે..આજથી રણબીર અને આલિયાના લગ્નનના વિવિધ ફંક્શનની વિધિવત વિધી શરૂ થઈ ગઈ છે.લગ્ન ફંક્શનની શરૂઆત ગણેશ પૂજાથી શરૂ કરવામાં આવી હતી. આ સાથે વાસ્તુ પૂજા પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
Ayan Mukerji, Karan Johar don traditional attires for Alia Bhatt, Ranbir Kapoor's pre-wedding festivities
— ANI Digital (@ani_digital) April 13, 2022
Read @ANI Story | https://t.co/mtnWmvzwnE#KaranJohar #AyanMukerji #AliaBhatt #RanbirKapoor #AliaRanbirwedding #RanAlia #Ralia #AliaBhattRanbirKapoorwedding pic.twitter.com/gq1jIjkdbk
ADVERTISEMENT
લગ્ન પ્રસંગમાં પરિવાર અને નજીકના મિત્રો સિવાય ખાસ આંમત્રણ આપાયા છે
ત્યારે કપૂર અને ભટ્ટ પરિવારના સભ્યો પણ લગ્નમાં સામેલ થવા પહોંચ્યા હતા.આલિયા-રણબીરના લગ્ન મુંબઈ સ્થિત આર.કે સ્ટૂડિયોમાં યોજાશે.જેને લઈને આર.કે સ્ટૂડિયોને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. મહત્વનું છે કે, 15 એપ્રિલે આલિયા અને રણબીર લગ્નના બંધનમાં બંધાશે.જો કે, લગ્ન પ્રસંગમાં પરિવાર અને નજીકના મિત્રો સિવાય કોઈને ખાસ આંમત્રણ આપવામાં આવ્યાં છે
ADVERTISEMENT
નીતુ કપૂર ઋષિને યાદ કરીને ભાવુક થઈ ગઈ
આલિયાના મહેંદી સમારોહમાં, રણબીરની માતા અને અભિનેત્રીની સાસુ નીતુ કપૂરની આંખોમાં આંસુ આવી ગયા. એક સૂત્ર અનુસાર, નીતુએ આલિયા સાથે તેની મહેંદી સેરેમનીની યાદો શેર કરી છે. તેણે ઋષિ કપૂર સાથે તેની મહેંદીની યાદગાર ક્ષણો શેર કરી. નીતુ અને આલિયાની માતા સોની રાઝદાન એકબીજા સાથે ખૂબ જ ખાસ કનેક્શન શેર કરે છે. મહેંદી સેરેમની બાદ સોની અને શાહીન ભટ્ટ પોતાની કારમાં વાસ્તુ છોડતા જોવા મળ્યા હતા. શ્વેતા બચ્ચન પણ તેના પતિ નિખિલ નંદા સાથે ફંક્શનમાં પહોંચી હતી.
ADVERTISEMENT
મહેંદી સેરેમનીમાં કરન જોહર ભાવુક થઈ ગયો હતો
મહેંદી ફંક્શનમાં આલિયાના સૌથી ખાસ અને સૌથી નજીકના ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહર પણ પહોંચ્યા હતા. જેઓએ પીળા કુર્તા-પાયજામા અને આંખોમાં કાળા ચશ્મા પહેરીને કરણ જોહર પણ મહેંદી ફંક્શનમાં પ્રવેશ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કરન જોહરે આલિયાને સૌ પહેલાં મહેંદી મૂકી હતી. આ સમયે કરન જોહર ભાવુક થઈ ગયો હતો
ADVERTISEMENT
રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓને આમંત્રણ અપાયું
રણબીર-આલિયા બે વેડિંગ રિસેપ્શન આપશે. જેમાં પહેલું રિસેપ્શન 16 એપ્રિલ તથા બીજું રિસેપ્શન 17 એપ્રિલના રોજ હશે. વેડિંગ રિસેપ્શન લિસ્ટમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, કેટરીના કૈફ, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, અયાન મુખર્જી, આદિત્ય રોય કપૂર, અર્જુન કપૂર, કરન જોહર, વરુણ ધવન, ભટ્ટ અને કપૂર પરિવારના તમામ સભ્યો સામેલ થશે.
A jeweller from surat gifted Ranbir and Alia a gold plated bouquet #RanbirAliaWedding pic.twitter.com/1xchWhhgZe
— Ranbir Kapoor Team (@RanbirKTeam) April 13, 2022
સોનાનું બુકે ગિફ્ટમાં મળ્યું
સુરતના જ્વેલરે આલિયા તથા રણબીરને ગિફ્ટમાં કેરેટ ગોલ્ડ પ્લેટેડ બુકે ગિફ્ટમાં આપ્યું છે. વીડિયોમાં ગિફ્ટ લાવનાર વ્યક્તિએ કહ્યું હતું, 'અમે સુરતથી આવીએ છીએ. રણબીરજી તથા આલિયાજી માટે આ ગિફ્ટ છે. આ ગોલ્ડ પ્લેટેડ રોઝ બુકે છે. આ સોનાના વરખમાંથી બનાવવામાં આવ્યું છે. આ 100 ટકા રિયલ છે. આ વ્યક્તિએ પોતાનું નામ રોનક હોવાનું કહ્યું હતું.' વધુમાં તેણે કહ્યું હતું કે ડી.ખુશાલદાસ જ્વેલર્સે આ ગિફ્ટ મોકલી છે.
13 એપ્રિલે મહેંદી રાખવા પાછળ એક ખાસ કારણ છે
આજે 13મી એપ્રિલે આલિયા અને રણબીરનું મહેંદી ફંક્શન હતું. જો કે લોકો મુહૂર્ત અનુસાર તારીખ પસંદ કરે છે, પરંતુ રણબીર-આલિયાએ 13 તારીખ કેમ પસંદ કરી તેની પાછળ એક ખાસ કારણ છે. વાસ્તવમાં, રણબીરના પિતા ઋષિ કપૂરે તેની લેડી લવ નીતુ સાથે 13 એપ્રિલ 1979ના દિવસે સગાઈ કરી હતી. નીતુ કપૂરે પોતાના પુત્ર માટે આ ખાસ દિવસ પસંદ કર્યો છે.
લગ્નના બંધનમાં બંધાશે આલિયા-રણબીર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.