બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સરકારી વીમા કંપની LICનો મોસ્ટ અવેઈટેડ IPO આજથી રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ખોલવામાં આવશે. LICનો ઐતિહાસિક IPO સોમવારથી એન્કર ઈન્વેસ્ટર્સ માટે ખુલી ચુક્યો છે. હવે આજથી એટલે કે 4 મેને બુધવારથી રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ખોલવામાં આવશે. રિટેલ ઈન્વેસ્ટર્સ LIC IPOમાં 9 મે સુધી બોલી લગાવી શકશે.
શેરબ્રોકર અને ડિલરને ત્યાં કામગીરીનો ધસારો
ADVERTISEMENT
ADVERTISEMENT
ડીમેટ એકાઉન્ટ ના હોય તો..
આ વચ્ચે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધવાના કારણે આ વાતની આશા વધારે છે કે LICના ઈન્વેસ્ટર્સને લિસ્ટિંગના દિવસે સારો ફાયદો થશે. આ વચ્ચે એવા લોકો માટે રાહતના સમાચાર છે. જે આ આઈપીઓમાં પૈસા લગાવવા માંગે છે. પરંતુ તેમની પાસે હજુ સુધી ડીમેટ એકાઉન્ટ નથી.
QR કોડ સ્કેન કરતા જ ખુલી જશે ડીમેટ એકાઉન્ટ
ફિનટેક કંપની પેટીએમે લોકો માટે LIC આઈપીઓનું એક્સેસ સરળ બનાવવાનું શરૂ કરી દીધુ છે. જે હેઠળ પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsએ કરિયાણા કે તમારા વિસ્તારની કોઈ પણ દુકાન પર એક ખાસ ક્યૂઆર કોડ લગાવવાનું શરૂ કર્યું છે.આ ક્યૂઆર કોડ પેટીએમ મનીની તરફથી લગાવવામાં આવ્યો છે. તેની ખાસીયત છે કે જેવું તમે કોઈ સ્કેન કરશો. તમે ચપટી વગાડતા જ વગર કોઈ ચાર્જીસે ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ રીતે તમે એલઆઈસી આઈપીઓથી કમાણી કરી શકશો.
ADVERTISEMENT
IPO ખુલ્યા પહેલા જ કરી શકશો એપ્લાય
હકીકતે શેર માર્કેટમાં કોઈ પણ પ્રકારનું ટ્રેડ કરવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું ખૂબ જરૂરી છે. આ કારણે એલઆઈસી આઈપીઓમાં ઈન્વેસ્ટ કરવા માટે પણ ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. પેટીએમએ આ કારણે ખાસ પહેલની શરૂઆત કરી છે. જેથી જે લોકો હજુ સુધી ડીમેટ એકાઉન્ટ નથી ખોલાવી શક્યા તે એલઆઈસી આઈપીઓમાં ભાગ લઈ શકે.પેટીએમે પ્રી-ઓપન આઈપીઓ એપ્લિકેશનની પણ શરૂઆત કરી છે. આ ઈન્વેસ્ટર્સને આઈપીઓના ખુલવા પહેલા જ એપ્લાય કરવામાં મદદ કરશે. આ પ્રી એપ્લિકેશન પેટીએમ મનીના સિસ્ટમમાં રેકોર્ડ થઈ જશે. જેવું આઈપીઓ લાઈવ થશે પેટીએમ મની બધા રેકોર્ડ સ્ટોક માર્કેટમાં મોકલી દેશે.
જાણવા જેવી માહિતી
LICના IPOને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં LICએ IPOનો પ્રાઇઝ બેન્ડ જાહેર કર્યો છે. LICએ IPO માટે પ્રાઈઝ બેન્ડ રૂપિયા 902 થી 949 પ્રતિ શેયર નક્કી કર્યો છે.જેમાં એક લોટમાં લોકોને 15 શેયર્સ મળી શકશે. ઉલ્લેખનીય છે કે, રિટેલ કસ્ટમરને 45 રૂપિયા પ્રતિ શેયર તથા પોલિસિ હોલ્ડર્સને 60 રૂપિયા પ્રતિ શેયર ડિસ્કાઉન્ટ આપવાનુ LIC દ્વારા નક્કી કરાયુ છે. LICનો IPO આજથી શરૂ થશે જેને 9 મે સુધી લઈ સબસ્ક્રાઈબ કરી શકાશે. આ IPO દ્વારા LIC 22.13 કરોડના શેયર્સ જાહેર કરશે. જેનાથી સરકારે 21000 કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. જેમાં શરૂઆતના સમયમાં સરકાર LICમાં 3.5 ટકા ભાગીદારી વહેચવાની છે.
ADVERTISEMENT
વિદેશીઓ પણ LIC IPO ભરી શકશે
સરકારી બેન્કોમાં એફડીઆઈની લિમિટ 20 ટકા છે તેથી એલઆઈસી માટે 20 ટકાની લિમિટ રાખવામાં આવી છે. 20 ટકા એફડીઆઈની મંજૂરી મળતા વિદેશી રોકાણકારો માટે આ આઈપીઓમાં રોકાણ કરવાનો માર્ગ સરળ બન્યો છે એટલે હવે વિદેશીઓ પણ તેને ભરી શકશે, આનાથી આઈપીઓ હીટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.