બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 09:30 AM, 15 February 2021
ADVERTISEMENT
આધાર કાર્ડ આજે ભારતીયોની જરૂરિયાત બની ચૂક્યું છે. કોઈને પોતાની ઓળખ કરાવવી હોય કે સરકાર પાસેથી સબ્સિડી લેવી હોય તો દરેક જગ્યાએ આધાર કાર્ડ કામમાં આવે છે. જો કે તેનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તે તમારા ખાતા સાથે લિંક હોય છે.
ADVERTISEMENT
ઈન્ડેન કંપનીએ શરૂ કરી આ સર્વિસ
જો તમે હજુ સુધી તમારા આધાર કાર્ડને તમારા ખાતા અને ગેસ એજન્સી સાથે લિંક કર્યા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા આ કામ સરળતાથી કરી શકો છો. તે પણ ફક્ત 1 મેસેજ મોકલીને. હા, ઈન્ડેન ગેસ એજન્સીએ તેના ગ્રાહકો માટે આ સર્વિસ શરૂ કરી છે.
મેસેજ મોકલતા પહેલા કરો આ કામ
આધાર કાર્ડ લિંક કરાવવા માટે મેસેજ મોકલતા પહેલાં નક્કી કરી લો કે તમારો મોબાઈલ નંબર ગેસ એજન્સીમાં રજિસ્ટર્ડ છે કે નહીં. જો નંબર લિંક છે તો તમે સીધું આધાર કાર્ડ લિંક કરાવવાનો મેસેજ મોકલી શકો છો. જો કે નંબર લિંક ન હોય તો પહેલાં મેસેજ મોકલીને નંબરને રજિસ્ટર્ડ કરાવવાનો રહે છે.
આ રીતે કરો મોબાઈલ નંબરને રજિસ્ટર્ડ
જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરેલો નથી તો તમે એક મેસેજ મોકલો, મેસેજ બોક્સમાં જઈને ટાઈપ કરો IOC <ગેસ એજન્સીના ફોન નંબરનો એસટીડી કોડ> લખીને <સક્ટમર કેર નંબર>પર મોકલો, અહીં ગેસ એજન્સીને નંબર નથી ખબર તો તમે ઓફિશિયલ વેબસાઈટ cx.indianoil.in પર વિઝિટ કરી શકો છો.
આ રીતે લિંક થશે આધાર કાર્ડ
મેસેજ મોકલ્યા બાદ તમારા નંબર ગેસ એજન્સીની પાસે રજિસ્ટર્ડ થશે. આ પછી તમને આધાર નંબર અને ગેસ કનેક્શનને લિંક કરવા માટે નવો મેસેજ મોકલવાનો રહે છે. આ માટે મેસેજ બોક્સમાં ટાઈપ કરો UID <આધાર નંબર> તેને એ નંબર પર મોકલી દો જે ગેસ એજન્સીનો નંબર છે. આમ કરવાથી તમારું ગેસ કનેક્શન આઘારની સાથે લિંક થશે અને તમને કન્ફર્મેશન મેસેજ ફોન પર મળી જશે.
એક કોલથી પણ થઈ શકે છે કામ
જો તમારું ઈન્ડેન ગેસ કનેક્શન છે તો તમે એક ફોન કરીને પણ ગેસ કનેક્શનને આધાર સાથે લિંક કરાવી શકો છો. કોલ કરવાથી ગેસ કનેક્શનની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 1800 2333 555 પર કોલ કરવાનો રહે છે. અહીં તમે ઈચ્છો તો કસ્ટમર કેરના કર્મચારીઓને તમે આધાર નંબર કહીને તમારા ગેસ કનેકશનને તેની સાથે લિંક કરાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.