બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Lightning fell 61 thousand times in 2 hours in Odisha, know when and why this happens

જાણવું જરૂરી / દેશના આ રાજ્યમાં 3 કલાકમાં પડી 61 હજાર વખત વીજળી, કેમ થયું આવું? કારણ ચોંકાવનારું

Kishor

Last Updated: 06:39 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશા રાજ્યમાં ગત શનિવારે એક સાથે બે કલાકમાં વીજળી પડવાની 61 હજારથી વધુ ઘટનાઓ સામે આવી હતી. જેમાં 12 લોકોના મોત થયાનું સામે આવતા લોકોને આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.

  • ઓડિશામાં વીજળી પડવાની ઘટનાએ લોકોમાં સર્જી દીધો ભયનો માહોલ
  • 61 હજાર વખત વિજળી પડવાના બનાવ
  • જાણો કારણ અને સમગ્ર પ્રક્રિયા

ઓડિશામાં વીજળી પડવાની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ઉભો કરી દીધુ છે. 61 હજાર વખત વિજળી પડવાના બનાવે લોકોના શ્વાસ અધર કરી દીધા છે. માત્ર 2 કલાકમાં જ વીજળી પડવાની આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. આ ઘટનામાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર ગત શનિવારે બપોરે સાડા 3 વાગ્યાથી સાડા 5 વાગ્યા સુધીમાં 61 હજારથી વધુ વખત વીજળી પડવાની ઘટના બની હોવાનું સામે  આવ્યું છે. 

VIDEO : હાઈવે પર દોડતી હતી ગાડીઓ, અચાનક આકાશમાંથી ત્રાટકી વીજળી, ડરામણો  વીડિયો થયો વાયરલ | A live video of lightning has surfaced on social media.

હવામાન વિભાગની આગાહી

આ વીજળી પડવાની ઘટના બાદ હવામાન વિભાગ દ્વારા 4 દિવસની વરસાગની આગાહી કરવામાં આવતા લોકોની ચિંતા વધી ગઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી ચોમાસું સક્રિય થયું છે. જેથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડવાન આગાહી છે.

કેમ વીજળી પડવાની ઘટના વારંવાર બને છે?

હવામાન વિભાગ અનુસાર લાંબા અંતર બાદ જ્યારે ફરી પાછુ ચોમાસુ સક્રિય થાય ત્યારે વીજળી પડવાની ઘટનાઓ બનતી હોય છે. અને કદાચ આ જ કારણથી અત્યારે ઓડિસામાં 61 વખત વીજળી પડવાની ઘટના બની હોય. ઠંડી અને ગરમ હવાનું જ્યારે અથડામણ થાય ત્યારે આવી વીજળી પડવાની ઘટનાઓ બને છે.

હવામાન વિભાગ અનુસાર વીજળી પડવાની સૌથી વધુ ઘટનાઓ મધ્યપ્રદેશમાં બને છે. જે બાદ છતીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર અને બંગાળમાં બને છે. વાતાવરણમાં વધુ માત્રામાં વીજળીના ઝડપી વિસર્જનને વીજળી કહેવામાં આવે છે.  આ વીજળી ભેજથી ભરેલા 10-12 કિમી ઊંચા વાદળોમાં ઉદ્દભવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ તો વિદ્યુત સ્રાવનો કેટલોક જથ્થો પૃથ્વી પર પણ પડે છે. વાદળોની ટોચ પરનું તાપમાન શૂન્યથી નીચે 35-45 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જેમ જેમ વાદળોમાં વરાળ વધે અને ઠંડું થવાનું શરૂ થાય છે, તેમ આ થીજી ગયેલા પાણીના ટીપા ઉપર જતા સ્ફટિકમાં ફેરવાય છે. બાદમાં તે એટલા મોટા થઈ જાય છે કે તે પડવા લાગે છે. જે દરમિયાન બને વચ્ચે અથડામણ થાય છે, જેના પરિણામે ઇલેક્ટ્રોન પેદા થાય છે.


વાદળોના ઉપરના ભાગ અને મધ્ય ભાગમાં તે હકારાત્મક અને નકારાત્મક ચાર્જ પેદા કરે છે. આ બને ભાગમાં લગભગ એકથી 10 અબજ વોલ્ટનો તફાવત હોય છે. જેમાં એકથી 10 લખનો એમ્પિયર પ્રવાહ ઉતપન્ન થાય છે અને તેનો 15 થી 20 ટકા પૃથ્વી પર પડે છે.જેના કારણે પૃથ્વી પર નુકસાન થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ