બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Light & Sound Show, Sculptures of 'Those Who Never Came Out

સ્મારકની કાયાપલટ / જલિયાવાલા બાગ નવા અવતારમાં દેખાશે, PM મોદીએ કર્યું ઉદ્ધાટન, જુઓ અદ્દભૂત તસવીરો

Hiralal

Last Updated: 07:52 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ સ્થિત જલિયાવાલા બાગ સ્મારકના નવા પરિસરનું પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ધાટન કર્યું છે.

  • જલિયાવાલા બાગના નવા પરિસરનું ઉદ્ધાટન
  • પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ધાટન કર્યું
  • જ્વાલા સ્મારકને ફરી વાર બનાવાયું છે

પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પરિસરનું ઉદ્ધાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું. 

જલિયાવાલા બાગના કેન્દ્રીય સ્થળ તરીકે જાણાતા જ્વાલા સ્મારકને ફરી વાર બનાવાયું છે. અહીં આવેલા તળાવને લિલિ તવાળ તરીકે વિકસીત કરવામાં આવ્યું છે અને લોકોની સુવિધા માટે રસ્તો પણ પહોળો કરવામાં આવ્યો છે. 

જલિયાવાલા બાગની ઈમારત ઘણા લાંબા સમયથી બેકાર પડી હતી. તેનો ઉપયોગ પણ ઘણો ઓછો હતો અને તેથી ઈમારતોનો ફરી ઉપયોગ કરવા માટે ચાર મ્યુઝિમય પણ બનાવાયા છે. તેમાં તે સમયમાં પંજાબમાં થયેલી મોટી ઘટનાઓને દર્શાવવામાં આવશે. 

તે ઉપરાંત જલિયાવાલા બાગમાં એક થીયેટર પણ બનાવાયું છે તેમાં 80 લોકોની બેઠકની ક્ષમતા છે. તે ઉપરાંત થિયેટરમાં ડિઝિટલ ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવશે. તેમા ગેટથી અંગ્રેજી સેનાના પ્રવેશથી માંડીને જલિયાવાલા બાગમાં બેઠેલા નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવવાની ઘટના કેદ છે. 

અમે આજે તે બધાને યાદ કરી રહ્યા છીએ: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જે નિર્દોષ છોકરા-છોકરીઓ, બહેનો, ભાઈઓ કે જેમ જેના સપના આજે પણ જલિયાંવાલા બાગની દિવાલો પર બુલેટના નિશાનમાં દેખાય છે. અસંખ્ય માતાઓ અને બહેનોનો સ્નેહ છીનવી લેવામાં આવ્યો હતો તે શહાદત કૂવાને છીનવી લેવામાં આવ્યો હતો. તે બધા આજે આપણે ચૂકી જઈએ છીએ. તેમણે કહ્યું કે પંજાબની બહાદુર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર ભૂમિને મારી શુભેચ્છા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ