બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો માટે મોટી રાહત! કોર્ટનો એક નિર્ણય અને રોકેટ બન્યો આ શેર

બિઝનેસ / રોકાણકારો માટે મોટી રાહત! કોર્ટનો એક નિર્ણય અને રોકેટ બન્યો આ શેર

Nidhi Panchal

Last Updated: 03:25 PM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું વોડાફોન આઈડિયા હવે ફરીથી ઊભરશે?સુપ્રીમ કોર્ટના એક નિર્ણયે આ દેવામાં દબાયેલી કંપની માટે આશાનું નવું દ્વાર ખોલી દીધું છે.

સોમવારે ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના શેરોમાં 9% સુધીનો ઉછાળો નોંધાયો. આ ઉછાળો માત્ર બજારની અફવાઓથી નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણયને કારણે આવ્યો. કોર્ટે આજે કંપનીની AGR લેણાં સંબંધિત અરજી પર મહત્વપૂર્ણ સુનાવણી કરી અને સરકારને પુનર્વિચાર કરવાની મંજૂરી આપી. આ નિર્ણય કંપની માટે મોટો રાહત સંદેશ લાવતો હોવાનું માનવામાં આવે છે.

Share Market

શું છે આખો મામલો?

વોડાફોન આઈડિયા દેવાના ભાર નીચે દબાયેલી ટેલિકોમ કંપની છે. કંપનીએ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા 2016-17 માટે માંગવામાં આવેલા ₹5,606 કરોડના વધારાના AGR લેણાંને પડકાર્યા હતા. કંપનીનું કહેવું હતું કે આ માંગ અવાજબી અને પુનરાવર્તિત છે, કારણ કે 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પહેલાથી જ AGR લેણાં નક્કી થઈ ચૂક્યાં હતાં.

AGR એટલે શું છે ?

AGR (Adjusted Gross Revenue) એટલે કંપનીની કુલ આવકનો તે ભાગ, જેના આધારે સરકારને લાયસન્સ ફી અને અન્ય શુલ્ક ચૂકવવામાં આવે છે. શરૂઆતમાં ફક્ત ટેલિકોમ સેવા પરથી આવક પર ફી વસૂલાતી હતી, પરંતુ બાદમાં તેમાં બેંક વ્યાજ, સંપત્તિ વેચાણ જેવી નોન-ટેલિકોમ આવક પણ ગણવામાં આવી. આને કારણે કંપનીઓ પર લેણાંનો ભારે બોજ આવ્યો અને સરકાર અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે વિવાદ વધ્યો.

Share Market

2019 પછી, 2021માં સરકારે થોડો રાહતભર્યો નિર્ણય લીધો અને નોન-ટેલિકોમ આવકને AGRની ગણતરીમાંથી દૂર રાખી. આથી કેટલીક કંપનીઓનો ભાર થોડોક હળવો થયો, પરંતુ વોડાફોન આઈડિયા માટે સ્થિતિ હજુ પણ મુશ્કેલ રહી.

દેવાની ભારે રકમ અને કોર્ટનો પહેલાનો આદેશ

2020માં સુપ્રીમ કોર્ટે બધા ટેલિકોમ ઓપરેટર્સને કુલ ₹93,520 કરોડના બાકી AGR લેણાં ચૂકવવા આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કંપનીઓએ 10% રકમ 31 માર્ચ 2021 સુધીમાં અને બાકી રકમ 2031 સુધી કિસ્ટોમાં ચૂકવવી પડશે. તેમજ આ રકમનું ફરીથી મૂલ્યાંકન નહીં થાય, એવો પણ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો.

vtv app promotion

પરંતુ વોડાફોન આઈડિયાએ દલીલ કરી કે 2016-17ની AGR ગણતરી ખોટી રીતે કરવામાં આવી છે અને તેથી ફરીથી સમીક્ષા થવી જોઈએ. આજે કોર્ટે એ બાબતે સરકારને પુનર્વિચાર કરવાની મંજૂરી આપી, જે કંપની માટે મોટો રાહતરૂપ છે.

શેરબજારમાં તરત અસર

આ નિર્ણયની અસર તરત જ શેરબજારમાં જોવા મળી. શરૂઆતના ટ્રેડિંગમાં વોડાફોન આઈડિયાનો શેર 2% ઘટીને ખુલ્યો, પરંતુ નિર્ણય બાદ તેમાં લગભગ 9%નો ઉછાળો નોંધાયો. NSE પર તે 11.4% વધીને ₹10.52ના સ્તરે પહોંચ્યો, જે ગયા 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ છે.

આ પણ વાંચો : Stock Market : સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની ધમાકેદાર શરુઆત, આ ત્રણ કારણે આવી તેજી

બજાર નિષ્ણાતોનું માનવું છે કે જો સરકારે કંપનીની અરજી પર અનુકૂળ નિર્ણય લીધો, તો વોડાફોન આઈડિયા માટે રોકાણ અને સંચાલનમાં નવી તાકાત મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court AGR dues Vodafone Idea
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ