બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / રેલવેની નવી પહેલ, ટ્રેન મુસાફરીમાં હવે નહીં લાગે થાક, સ્ટેશન પર મળશે બૉડી મસાજની સુવિધા
Last Updated: 09:38 AM, 13 January 2026
Indian Railway: ટ્રેનની લાંબી મુસાફરી પછી યાત્રીઓને મોટાભાગે થાક લાગતો હોય છે. અને જેના લીધે તેમણે ઘણા દિવસો સુધી પરેશાનીનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો હવે રેલવે એક સારી શરૂઆત કરવા જઈ રહ્યું છે. ટ્રેનથી ઉતરતા જ થાકેલા યાત્રીઓ માટે હવે માત્ર સ્ટેશન પર જ માત્ર નજીવા ભાવ માત્ર 99 રૂપિયામાં જ ફૂલ બૉડી મસાજની સુવિધા મળશે. જી હાં, જોકે આ સુવિધા હાલ માત્ર દેશના એક જ સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે અને જલ્દીથી આ સર્વિસ અન્ય સ્ટેશનો પર પણ ઉપલબ્ધ કરાવાશે. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આ સુવિધા અન્ય મોટા સ્ટેશનો પર પણ ઉપલબ્ધ કરાવાશે. હાલ આ સુવિધા માત્ર મુંબઈના CSMT સ્ટેશન પર શરૂ થઈ રહી છે.
ADVERTISEMENT
ભારતીય રેલવે તેના યાત્રીઓની મુસાફરી સુગમ અને આરામદાયક બની રહે તે માટે સતત નવા પ્રયોગો કરતું રહે છે. આ કડીમાં રેલવેએ એક નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. લાંબી યાત્રા પછી થાક લાગવો એ હવે જૂની વાત થઈ જશે. મધ્ય રેલવેના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર મુસાફરો માટે એક ખાસ રિલેક્સ ઝોન તૈયાર કરવામાં આવ્યું છે. (Indian Railway Body Massage Service) અંહિયા માત્ર 99 રૂપિયામાં ફૂલ બૉડી મસાજની સુવિધા મળશે. સફર પછી થાકેલા યાત્રીઓને તરત જ તાજગીનો અનુભવ થશે. હાલ આ સુવિધા માત્ર એક જ સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે. જો આ સફળ રહેશે તો અન્ય સ્ટેશનો પર યાત્રીઓની સુરક્ષા માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યા અનુસાર CSMT સ્ટેશન પર 'Quick Rest' કંપનીએ આધુનિક મસાજ ચેર લગાવી છે. આ ચેર હાઈટેક ટેકનિકથી ચાલે છે અને અમુક જ મિનિટોમાં બધો થાક ઉતારી દે છે. આનથી પીઠનો દુખાવો, નસમાં ખેચાણ અને તણાવ જેવી તકલીફો તરત જ દૂર થઈ જાય છે. હવે ભલે લાંબી ટ્રેનની મુસાફરી હોય કે પછી નેક્સ્ટ ટ્રેનની રાહ જોઇને બેઠા હોય અંહિયા બેસીને મસાજ લો અને એકદમ ફ્રેશ થઈ જાઓ.
ADVERTISEMENT
રિલેક્સ ઝોન પૂરી રીતે સાફ અને ક્લિયર છે. શાંત વાતાવરણમાં આરામદાયક ખુરશીઓ અવેલેબલ છે. અંહિયા સૌથી ખાસ વાત એ છે જે આ સેશન માત્ર 99 રૂપિયાથી શરૂ થાય છે. આટલા ઓછા ભાવમાં આટલી આરામદાયક સુવિધા મળવીએ સામાન્ય યાત્રીઓ માટે વરદાન સમાન છે. લાંબી મુસાફરી પછી થાક દૂર કરવા કે પછી સ્ટેશન પર રાહ જોતી વખતે બોર ના થવાય એ માટે આ ઓપ્શન બેસ્ટ છે.
ADVERTISEMENT
મધ્ય રેલવે છેલ્લા ઘાણ સમયથી સ્ટેશનોને એરપોર્ટ જેવું વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પહેલા વાઇ-ફાઈ, ચાર્જિંગ પોઈન્ટ, સારી ખાવાની દુકાનો અને હવે રિલેક્સ ઝોન. આ પગલું માત્ર યાત્રીઓને એક સારો અનુભવ આપશે એટલું જ નહિ પણ સાથે રેલવેને આના ભાડાથી પણ આવક વધશે. સૌથી વ્યસ્ત સ્ટેશન પર આ સુવિધા યાત્રીઓને પસંદ આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ સુવિધા બીજા મોટા સ્ટેશનો પર પણ જલ્દી શરૂ કરવામાં આવશે. જો તમે મુંબઈથી ટ્રેન પકડો છો કે અંહિયા ઊતરો છો તો CSMTના રિલેક્સ ઝોનમાં બૉડી મસાજ સર્વિસનો લાભ લઈ શકો છો. થોડો વધારે સમય અને 99 રૂપિયા આપીને તમે તમારા સફરની ઘણો આરામદાયક અને સુખદ બનાવી શકો છો. હવે લાંબી યાત્રા પછીના થાકની ચિંતા મૂકી દો, રેલવે તમારા માટે મસાજની વ્યવસ્થા કરી ચૂક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.