બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમકાર્ડ છે એક્ટિવ? આ રીતે કરો ચેક

તમારા કામનું / તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમકાર્ડ છે એક્ટિવ? આ રીતે કરો ચેક

Last Updated: 02:39 PM, 19 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર એવું જોવા મળે છે કે કોઈ બીજો વ્યક્તિ કોઈના આધાર કાર્ડનો ઉપયોગ કરીને સિમકાર્ડ ખરીદી લે છે. આવા સિમ કાર્ડનો ઉપયોગ ખરાબ કામો માટે થઈ શકે છે, જેના કારણે સંબંધિત વ્યક્તિને ઘણી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.ચાલો જાણીએ આપણાં આધાર કાર્ડ પર કેટલાં સિમકાર્ડ એક્ટિવ છે?

આધાર કાર્ડ આવ્યા પછી વિવિધ ક્ષેત્રોમાં ઘણા ક્રાંતિકારી બદલાવ જોવા મળ્યા છે. આ કાર્ડના કારણે અનેક કામગીરીમાં પારદર્શિતા આવી છે. આજના સમયમાં આધાર કાર્ડના માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓનો લાભ સીધા લાભાર્થી સુધી પહોંચે છે.

સરકારી યોજનાનો લાભ લેવા માટે, બાળકોનો સ્કૂલમાં પ્રવેશ લેવા માટે, સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે, બેન્કમાં ખાતું ખોલાવવા જેવી અનેક જગ્યાએ આધાર કાર્ડ ખાસ જરૂરી બની ગયો છે.

નવું સિમ કાર્ડ ખરીદતી વખતે પણ આધાર કાર્ડ માંગવામાં આવે છે. ઘણી વાર એવું થાય છે કે કોઈ બીજી વ્યક્તિ તમારા આધાર કાર્ડના ઉપયોગથી સિમકાર્ડ લઈ લે છે. આ સિમનો ઉપયોગ ખોટા હેતુઓ માટે થઈ શકે છે, જેના કારણે તમને ગંભીર મુશ્કેલીમાં મુકાવું પડી શકે છે.

આ કારણે તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારા આધાર કાર્ડ પરથી કેટલા સિમકાર્ડ સક્રિય છે? આજે અમે તમને એક ખાસ પ્રોસેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના માધ્યમથી તમે આ માહિતી મેળવી શકો છો.

simcard-ford

સ્ટેપ: 1

  • તમારા આધાર કાર્ડ પર કેટલા સિમકાર્ડ સક્રિય છે એ જાણવા માટે તમારે સૌથી પહેલા આ વેબસાઇટ પર જવું પડશે: https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/

સ્ટેપ: 2

  • આ વેબસાઇટ ખોલ્યા પછી તમારે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. પછી કેપ્ચા કોડ નાખી ને ‘Request OTP’ બટન પર ક્લિક કરવું છે.
adhar-sim-upadate

સ્ટેપ: 3

  • આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપી નાખીને તમારે લોગિન કરવાનું રહેશે.

સ્ટેપ: 4

  • લોગિન થયા પછી સ્ક્રીન પર તમારાં આધારે જારી થયેલ બધા નંબર બતાવાશે. આ રીતે તમે જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ પર કેટલાં મોબાઇલ નંબર રજિસ્ટર છે.

સ્ટેપ: 5

  • જો તમારી સ્ક્રીન પર કોઈ એવો નંબર દેખાય કે જે તમારા જ્ઞાન વિના તમારાં આધાર કાર્ડથી જારી થયો હોય, તો તમે સંબંધિત ટેલિકોમ કંપનીના ગ્રાહક સેવા અધિકારી સાથે સંપર્ક કરીને તે નંબર બ્લોક કરાવી શકો છો.
mobile-no

આ પ્રક્રિયાની જરૂર કેમ છે?

  • જો કોઈ ફ્રોડ વ્યક્તિ તમારા આધાર કાર્ડની નકલ મેળવી લે, તો તે તમારા નામે સિમ લઈ શકે છે.
  • એ સિમનો ઉપયોગ ક્રિમિનલ પ્રવત્તિઓમાં થઈ શકે છે જેમ કે ફ્રોડ, બેનામી કોલ, ઓટીપી છેતરપિંડી વગેરે.
  • આવી સ્થિતિમાં આધારકાર્ડ ધારક તરીકે તમને પોલીસ કે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

વધુ વાંચો: EPFO 3.0 પર આવી ગુડ ન્યુઝ! હવે ATMમાંથી જ પૈસા ઉપડશે, પેન્શનરોને પણ ફાયદો થશે

જો કોઈ અજાણ્યો નંબર દેખાય તો શું કરવું?

  • દરેક નંબરની સામે “Report” અથવા “Not My Number” નામના વિકલ્પ આવે છે.
  • એ પર ક્લિક કરીને રિપોર્ટ કરો કે આ તમારું નથી.
  • ત્યાર બાદ ટેલિકોમ કંપની તપાસ કરશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhar card SIM card SIM active
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ