ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / શું હોય છે આ ToR? જેના વગર 8મું પગારપંચ લાગુ થવું અશક્ય, જાણો કામ લાગશે

તમારા કામનું / શું હોય છે આ ToR? જેના વગર 8મું પગારપંચ લાગુ થવું અશક્ય, જાણો કામ લાગશે

Published By: Shilpa Parmar

Last Updated: 12:50 PM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીઓ આતુરતાથી 8માં પગારપંચની રાહ જોઈ રહ્યા છે. એ વચ્ચે જ ToRની ચર્ચા ચાલી રહી છે. શું છે આ ToR? શું 8મું પગારપંચ લાગુ થવું અશક્ય? જાણો વિગતવાર માહિતી.

ADVERTISEMENT

સરકારી કર્મચારીઓ આતુરતાથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. તેને લઈને ઘણી ચર્ચાઓ પણ ચાલી રહી છે. સૌને આશા છે કે આ પંચ લાગુ થયા બાદ તેમની સેલેરીમાં વધારો થશે.

છેલ્લે જ્યારે 2016માં 7મો પગાર પંચ લાગુ કરવામાં આવ્યો ત્યારે કર્મચારીઓની બેઝિક સેલેરીને 2.57ના ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરીને નવી સેલેરી નક્કી કરવામાં આવી હતી. 8મા પગાર પંચ પછી સરકારી કર્મચારીઓની સેલેરીમાં સારો વધારો થઈ શકે છે.

ઉદાહરણથી સમજીએ

ધારો કે હાલ તમારી સેલેરી લેવલ-1માં છે અને તમારો બેઝિક પગાર 18,000 રૂપિયા છે. 2.57ના ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરીએ તો તમારી સેલેરી લગભગ 51,480 રૂપિયાની આસપાસ થઈ શકે છે.

કેટલો વધરો થશે પગારમાં?

8મા પગાર પંચમાં જો ફિટમેન્ટ ફેક્ટર 3.00થી લઈને 3.68 સુધી વધારવામાં આવે તો તો શક્યતા છે કે કર્મચારીનો પગાર બે ગણો વધી શકે છે. ઉદહારણ તરીકે જો કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર 3.68 ધારીએ તો નવી સેલેરી 66,240 રૂપિયા થઈ શકે છે.

આ સિવાય મોંઘવારી ભથ્થું (DA), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) જેવા અન્ય ભથ્થાં પણ અલગથી મળશે, જેના કારણે કુલ પગારમાં સારો વધારો થઈ શકશે. જોકે હજુ સુધી સરકાર તરફથી 8મા પગાર પંચ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

8th-Pay-Commission-01

સરકારની યોજના શું છે?

અત્યાર સુધી સરકારે 8મા પગાર પંચના ToR એટલે કે Terms of Reference અંગે કોઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી નથી. આ પ્રક્રિયા 7મા પગાર પંચની તુલનામાં ઘણી મોડી ચાલી રહી છે. આયોજન મુજબ 8મો પગાર પંચ 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાનો હતો, પરંતુ પંચના સભ્યોની નિમણૂક અને સત્તાવાર નોટિફિકેશનમાં થઈ રહેલી ઢીલને જોતા હવે તેનું અમલીકરણ 2027 સુધી લંબાઈ શકે છે.

સરકારી કર્મચારીનો પગાર કેવી રીતે નક્કી થાય?

કેન્‍દ્રિય સરકારી કર્મચારીઓના પગારમાં મુખ્ય ચાર ભાગ પાડવામાં આવે છે:

  • મૂળ પગાર (Basic Pay): અંદાજે 51.5%
  • મોંઘવારી ભથ્થું (DA): અંદાજે 30.9%
  • મકાન ભાડું (HRA): અંદાજે 15.4%
  • પ્રવાસ ભથ્થું: અંદાજે 2.2%

વધૂ વાંચો: માનો કે તમારી સેલરી છે રૂ. 50,000, તો 8માં પગારપંચમાં વેતન વધીને કેટલું થશે? સમજો કેલ્ક્યુલેશન

ToR શું છે?

ToR એટલે કે Terms of Reference, જેના વગર પગાર પંચને સરકારની સત્તાવાર માન્યતા મળતી નથી, એટલે કે તે સત્તાવાર રીતે કામ શરૂ કરી શકતા નથી. ToR પંચને સ્પષ્ટ રસ્તો બતાવે છે કે તેમને કયા મુદ્દા પર કામ કરવાનું છે અને કેટલી લિમિટેશન સાથે કામ કરવાનું છે. ToR ન હોય તો પંચનું કાર્ય અધૂરું માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ToR Government employee Salary 8th Pay Commission

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ