બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માનો કે તમારી સેલરી છે રૂ. 50,000, તો 8માં પગારપંચમાં વેતન વધીને કેટલું થશે? સમજો કેલ્ક્યુલેશન

જાણવા જેવું / માનો કે તમારી સેલરી છે રૂ. 50,000, તો 8માં પગારપંચમાં વેતન વધીને કેટલું થશે? સમજો કેલ્ક્યુલેશન

Published By: Priykant Shrimali

Last Updated: 11:57 AM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8th Pay Commission : 8મા પગાર પંચની જાહેરાત અને અમલની રાહ જોઈ રહ્યા છે 1 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો, જાણો શું છે આ ફિટમેન્ટ ફેક્ટર અને કેમ છે મહત્વપૂર્ણ?

8th Pay Commission : ગુજરાત સહિત દેશભરના અંદાજે 1 કરોડથી વધુ કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વની અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હાલ આ કર્મચારીઓ ખૂબ જ આતુરતાથી 8મા પગાર પંચ (8th Pay Commission)ની જાહેરાત અને અમલની રાહ જોઈ રહ્યા છે. આ તરફ આપણે ત્યાં લગભગ છેલ્લા કેટલાય મહિનાઓથી આ અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે પણ હજુ સુધી કેન્દ્ર સરકારે ન તો પગાર વધારો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી છે કે, ન તો ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) અંગે સ્પષ્ટતા આપી છે. જોકે આજે આપણે આ અહેવાલમાં જાણીશું કે, શું છે આ આઠમું પગારપંચ અને ફિટમેન્ટ ફેક્ટર ?

સૌથી પહેલા જાણીએ શું છે આ ફિટમેન્ટ ફેક્ટર અને કેમ છે મહત્વપૂર્ણ?

ફિટમેન્ટ ફેક્ટર એ એવો ગુણાંક છે જે મુજબ કર્મચારીના મૂળભૂત પગાર (Basic Pay)માં વધારો થાય છે. 2016માં લાગુ થયેલા 7મા પગાર પંચ દ્વારા 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરાયો હતો જેના આધારે મૂળ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 થયો હતો. અત્યારે ચર્ચાઓ અનુસાર, 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.83થી 2.46 વચ્ચે હોઈ શકે છે.

વિભિન્ન ફિટમેન્ટ ફેક્ટર મુજબ પગારનો અંદાજે વધારો આટલો હોઇ શકે ?

અહીં સૌથી મહત્વપૂર્ણ અને નોંધનીય વાત છે કે, આ માત્ર અંદાજો છે. સાથે સાથે HRA, allowances વગેરેના વધારો પણ ઉમેરાશે, જેનાથી કુલ પગાર વધુ વધી શકે છે.

આ પણ વાંચો : એક્સપ્રેસ વે પરથી પસાર થનારા ચેતી જજો! હવે ઓવરસ્પીડમાં કાર ચલાવી તો દંડાયા સમજો

હવે સૌથી મોટી વાત કે, 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?

હાલમાં 8મા પગાર પંચની રચના પણ થવી બાકી છે. 7મા પગાર પંચની માન્યતા 31 ડિસેમ્બર 2025 સુધી છે. અગાઉ અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે, 8મું પગાર પંચ 2026માં લાગુ થશે પણ હવે એવા સંકેત મળ્યા છે કે, સરકાર તેને 2027ના નાણાકીય વર્ષમાં અમલમાં મૂકી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central Employees Fitment Factor 8th Pay Commission

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ