બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / એક્સપ્રેસ વે પરથી પસાર થનારા ચેતી જજો! હવે ઓવરસ્પીડમાં કાર ચલાવી તો દંડાયા સમજો

કાયદામાં રહેજો / એક્સપ્રેસ વે પરથી પસાર થનારા ચેતી જજો! હવે ઓવરસ્પીડમાં કાર ચલાવી તો દંડાયા સમજો

Published By: Priykant Shrimali

Last Updated: 11:13 AM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Pune Expressway : જો આપણે પરિવહન વિભાગનું માનીએ તો 95 કિમી લાંબા એક્સપ્રેસવે પર ગતિ મર્યાદાના ઉલ્લંઘન માટે સૌથી વધુ ચલણ જાહેર કરવામાં આવ્યા

Mumbai Pune Expressway : મહારાષ્ટ્રથી ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટ્રાફિક નિયમોના ભંગ સામે લડવા માટે લાગુ કરવામાં આવેલી ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ 27.76 લાખ ઈ-ચલણ જાહેર કરવામાં આવ્યા છે. જોકે, આશરે 470 કરોડ રૂપિયાના દંડમાંથી હજુ સુધી માત્ર 51.32 કરોડ રૂપિયા જ વસૂલ કરવામાં આવ્યા છે.

ઓવરસ્પીડિંગ સૌથી મોટી સમસ્યા

હવે જો આપણે પરિવહન વિભાગનું માનીએ તો 95 કિમી લાંબા એક્સપ્રેસવે પર ગતિ મર્યાદાના ઉલ્લંઘન માટે સૌથી વધુ ચલણ જાહેર કરવામાં આવ્યા છે. આપણે આંકડાઓ પર નજર કરીએ તો કારો માટે: 17.20 લાખ ઈ-ચલણ, ભારે માલવાહક વાહનો (જેમ કે ટ્રક): 3.27 લાખ, બસો (ભારે મુસાફર વાહનો): 2.48 લાખ ટેક્સીઓ માટે : 2 લાખ અને હળવા માલવાહક વાહનો: 1.2 લાખ, મધ્યમ મુસાફરોના વાહનો: 85,468, ભારે માલવાહક વાહનો: 30,450, મધ્યમ મુસાફરોની બસો: 14,764 ચલણ જાહેર કરવામાં આવ્યા છે.

હવે જાણીએ કે આ સ્માર્ટ સિસ્ટમ કામ કરી રીતે કરે છે ?

ITMS આધુનિક ટેકનોલોજી પર આધારિત છે જેમાં AI આધારિત હાઇ-રિઝોલ્યુશન કેમેરા, સ્પીડ ડિટેક્શન, ANPR (Automatic Number Plate Recognition), વેઇટ-ઇન-મોશન સેન્સર, ડાયનેમિક મેસેજ સિસ્ટમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (CCC) નો સમાવેશ થાય છે. ટ્રાફિક ઉલ્લંઘનના કેસમાં ITMS ઓટોમેટિક રીતે ઉલ્લંઘનનો રેકોર્ડ કરે છે. CCCમાં ઑપરેટર સ્ટાફ તપાસ કરે છે. બાદમાં RTO અધિકારી ચલણ મંજૂર કરે છે.

RTI અંતર્ગત પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા વર્ષે 19 જુલાઈથી 31 ડિસેમ્બર દરમિયાન 8.84 લાખ ઈ-ચલણ માટે ઓપરેટર કંપની પ્રોટેક સોલ્યુશન્સ ITMS LLP ને 57.94 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. દરેક ઈ-ચલણ માટે આશરે 654.90 રૂપિયા ચૂકવવામાં આવે છે, જેમાં GST સહિત 555 રૂપિયાની ફી સામેલ છે.

આ પણ વાંચો : FASTAG એન્યુઅલ પાસ કઢાવવો છે? તો આજે જ ચેક કરી લેજો આ જાણકારી

ભવિષ્ય માટે પડકાર અને સૂચનો

સત્તાવાળાઓએ જણાવ્યા અનુસાર હાલમાં કુલ 17 પ્રકારના ટ્રાફિક ઉલ્લંઘન માટે ચલણ જારી કરવામાં આવે છે. સૌથી વધુ કેસ ઓવરસ્પીડિંગ, સીટ બેલ્ટ ન પહેરવું, ખોટી લેનમાં વાહન ચલાવવું, ખોટી બાજુએ વાહન ચલાવવું અને ડ્રાઈવિંગ સમયે મોબાઈલનો ઉપયોગ સંબંધિત છે. ખાસ કરીને ખંડાલા ઘાટ વિસ્તારમાં ઓવરસ્પીડિંગ માટે સૌથી વધુ ઈ-ચલણ જાહેર કરવામાં આવ્યા છે. કાર ચાલકો માટે અહીં સ્પીડ મર્યાદા 60 કિમી/કલાક અને ટ્રક માટે 40 કિમી/કલાક રાખવામાં આવી છે, જે અન્ય વિસ્તારો કરતા ઓછી છે. તેથી પરિવહનકારો આ મર્યાદાને વધુ કરવા માંગ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

E-Challan Overspeeding Mumbai Pune Expressway

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ