બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / નારિયેળ કે લીંબુ પાણી? જાણો હેલ્થ માટે કયું ડ્રિંક સૌથી વધારે ફાયદાકારક
Last Updated: 03:27 PM, 19 March 2025
નેચરલ ડ્રિંક હેલ્થ માટે સારા હોય છે ત્યારે નાળિયેર પાણી અને લીંબુ પાણીમાં જોવા રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઉનાળાની ઋતુમાં આ બંને ડ્રિંક પીવાની ભલામણ કરે છે. ત્યારે ચાલો જાણીએ કે લીંબુ પાણી ક એનરીએલ પાણી બંને માંથી કયું નેચરલ ડ્રિંક તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે?
ADVERTISEMENT
નાળિયેર પાણીના ફાયદા
ADVERTISEMENT
ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચવા માટે નારિયેળ પાણીને તમારા રૂટિનમાં સામેલ કરી લો. એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે નારિયેળ પાણી પણ પી શકાય છે. નાળિયેર પાણીમાં રહેલા તત્વો તમારી શુષ્ક અને નિર્જીવ ત્વચાને હાયડ્રેટ કરે છે.
લીંબુ પાણી પીવાના ફાયદા
લીંબુ પાણીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી કે નબળી હોય અને તેના લીધે તમે વારંવાર બીમાર પડતાં હોય તો તમારે દરરોજ લીંબુ પાણી પીવાનું શરૂ કરવું જોઈએ. તમારા શરીરને ડિટોક્સ કરવા માટે પણ તમે લીંબુ પાણીને તમારા રૂટિનનો ભાગ બનાવી શકો છો. લીંબુ પાણી ત્વચાના રંગને નિખારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.
વધુ વાંચો: 50 ટકા સુધીની સબસિડી, ખેડૂતોને લાખોનો ફાયદો કરાવશે આ સરકારી સ્કીમ! બસ તૈયાર રાખજો આ ડોક્યુમેન્ટ્સ
શું વધુ ફાયદાકારક?
નારિયેળ પાણીમાં લીંબુ પાણી કરતાં વધુ કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. આ જ કારણ છે કે નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પણ જો તમે વજન ઘટાડવા માંગો છો તો નારિયેળ પાણીને બદલે લીંબુ પાણી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ એનર્જી માટે નારિયેળ પાણી લીંબુ પાણી કરતાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.