બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / legal notice sent to web series producer anushka sharma for casteist slur on a nepali character
ADVERTISEMENT
તાજેતરમાં એક ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી વેબ સીરિઝ 'પાતાળ લોક'ને લોકો હાલના દિવસોમાં ખૂબ પસંદ કરી રહ્યા છે. એ સીરિઝને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પ્રોડ્યૂસ કરી છે પરંતુ હવે આ એક ડાયલૉગના કારણે વિવાદમાં આવી ગઇ છે.
જાતિવાદી ગાળોનો ઉપયોગ
ગુરંગે કહ્યું, 'એક વીડિયો ક્લિપમાં પૂછપરછ દરમિયાન લેડી પોલીસ ઑફિસર નેપાળી કેરક્ટર પર જાતિવાદી ગાળીનો ઉપયોગ કરે છે. જો માત્ર નેપાળી શબ્દનો ઉપયોગ કર્યો હોત તો એમાં કોઇ સમસ્યા નહતી પરંતુ ત્યારબાદ જે શબ્દ છે, એને સ્વીકાર કરવામાં આવી શકે નહીં. કારણ કે અનુષ્કા આ શો ની પ્રોડ્યૂસર છે, એટલા માટે અમે એને નોટીસ મોકલી છે. હાલ એક્ટ્રેસ તરફથી કોઇ રિએક્શન આવ્યું નથી.'
ADVERTISEMENT
ગોરખા કમ્યુનિટી પણ થઇ નારાજ
એક મીડિયો રિપોર્ટ અનુસાર ગોરખા કમ્યુનિટીએ પણ પાતાળ લોકના આ ડાયલૉગ પર આપત્તિ વ્યક્ત કરી છે અને શબ્દને હટાવવા માટે કહ્યું છે. 18 મે થી એમની તરફથી એક ઑનલાઇન પીટીશન દાખલ કરવામાં આવી છે.
શું કહેવામાં આવ્યું છે પીટીશનમાં?
એમાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, ઓટીટી પ્લેટફોર્મ અને સીરિઝની પ્રોડ્યૂસર અનુષ્કા શર્માને સંબોધિત કરીને કહેવામાં આવ્યું છે કે સીરિઝના આ ડાયલૉગમાં ગોરખા મહિલાઓને ખોટી રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે. શબ્દને મ્યૂટ કરવો જોઇએ. સબ-ટાઇટલ બ્લર કરી દેવું જોઇએ અને એડિટેડ વીડિયોને તમામ માટે ઉપલબ્ધ કરાવવો જોઇએ. એની સાથે જ કોઇ પણ શરત વગર માફી માંગી લેવી જોઇએ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.