બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Lavasa hill station purchased by a private company in 1814 crores

OMG / વેચાઈ ગયું ભારતનું આ સુંદર હિલસ્ટેશન: જે ફરવા જાય એ ઈટલી-સ્વિટરઝર્લેન્ડ સાથે કરે છે તુલના, જુઓ ખાસિયત

Vaidehi

Last Updated: 06:01 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ હિલ સ્ટેશનને ભારતનો પ્રાઈવેટ હિલ સ્ટેશન પણ કહેવામાં આવે છે. ઈટલી જેવું દેખાતું આ શહેર મહારાષ્ટ્ર નજીક આવેલું છે.

  • ઈટલી જેવું હિલ સ્ટેશન ભારતમાં
  • લવાસાને ભારતનો પ્રાઈવેટ હિલ સ્ટેશન કહે છે
  • મહારાષ્ટ્રમાં આવેલ છે આ સુંદર શહેર

ભારતમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જે ખાસ પ્રખ્યાત નથી. પરંતુ કેટલાક લોકોને જ ખબર હોય છે કે દુનિયાનાં ઘોંઘાટથી દૂર આ સ્વર્ગ જેવી જગ્યાઓ ભારતનાં ક્યાં ખૂણે છૂપાયેલી છે. આજે એવી જ એક જગ્યાની આપણે વાત કરશું કે જેને ભારતનું પ્રાઈવેટ હિલ સ્ટેશન કહેવામાં આવે છે અને જે શહેર ઈટલી જેવું જ દેખાય છે. આ જગ્યાનું નામ છે LAVASA HILL STATION.

લવાસા હિલસ્ટેશન
આ હિલ સ્ટેશન મહારાષ્ટ્રનાં પુણેમાં આવેલું છે. લવાસા શહેર વરસગાવ ઝીલનાં કિનારે સ્થિત છે તેથી ત્યાં અનેક પ્રકારનાં વૉટરસ્પોર્ટસ્ પણ થાય છે. મુંબઈ સહિત દૂર-દૂરથી લોકો અહીં પોતાની રજાઓ માણવામ માટે આવતાં હોય છે. સ્પીડ બોટ રાઈડ, પેડલ બોટિંગ રાઈડ જેવ એક્ટિવિડીઝ પણ થાય છે. આ શહેર ઈટલી જેવું દેખાય છે પરંતુ હાલમાં જ એક પ્રાઈવેટ કંપનીએ તેને રિડેવલોપ કરવાનું નક્કી કરીને આ શહેરને 1814 કરોડ રૂપિયામાં ખરીદી લીધું છે.

ઘાનગઢ કિલ્લો
લવાસામાં સ્થિત ઘાનગઢ કિલ્લો પોતાના ઈતિહાસનાં કારણે ફેમસ થયો છે. તામ્હિની ઘાટની નજીક સ્થિત આ ફોર્ટ અને તેની આસપાસની જગ્યાઓ અત્યંત સુંદર છે. મધ્યકાળમાં બનેલ આ કિલ્લો કોઈ સમયમાં મરાઠા, પેશ્વાઓ અને અંગ્રેજોની વચ્ચે થયેલા અનેક યુદ્ધોની સાક્ષી રહી ચૂક્યો છે. આ કિલ્લાની આસપાસ અનેક જળકુંડ જેવી જગ્યાઓ પણ જોવાલાયક છે.

ટેમઘર ડેમ
લવાસાનું ટેમઘર ડેમ અત્યંત સુંદર છે. મુથા નદી પર સ્થિત ટેમઘર ડેમ ટૂરિસ્ટ પ્લેસ હોવાની સાથે સાથે એક સરસ પિકનિક સ્પોટ પણ છે. અહીંની હરિયાળી અને આકર્ષક કુદરતી દ્રશ્યોને જોઈને તમારું મન આનંદિત અનુભવશે. અહીં તમે સવારનાં 10 વાગ્યાથી સાંજનાં 6 વાગ્યાની વચ્ચે ક્યારેક પણ જઈ શકો છો.

કેવી રીતે પહોંચશો લવાસા?
લવાસા પૂણેની પાસે આવેલ એક શાનદાર ટૂરિસ્ટ પ્લેસ છે જ્યાં પહોંચવા માટેનાં મુખ્ય 3 રસ્તાઓ છે. આ શહેરની નજીકમાં જ મુંબઈ/પુણે એરપોર્ટ છે. રેલ માર્ગે તમે લોનાવલા સ્ટેશન ઊતરી શકો છો. જો તમે બાય રોડ જવા ઈચ્છતા હોવ તો આસપાસનાં સુંદર દ્રશ્યો તમારી યાત્રા આનંદિત બનાવી દેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ