બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / ભારતીય કંપનીએ લોન્ચ કર્યો 50MP ફ્રન્ટ કેમેરાવાળો મોબાઈલ, જાણો કિંમતથી લઈ ફિચર સુધી તમામ ડિટેઈલ
Last Updated: 01:46 PM, 20 November 2025
દેશી સ્માર્ટફોન મેકર્સ લાવાએ ભારતીય બજારમાં તેનો નવો ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ લાવા અગ્નિ 4 લોન્ચ કર્યો છે, જે દમદાર ફીચર્સ સાથે આવે છે. આ ફોન લાવા અગ્નિ 3 નો સક્સેસર છે, જેને કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કર્યો હતો. અગ્નિ 4 માં AMOLED ડિસ્પ્લે છે.
ADVERTISEMENT
આ સ્માર્ટફોન એલ્યુમિનિયમ એલોય મેટલ ફ્રેમ સાથે આવે છે. તે મીડિયાટેક ડાયમેન્સિટી 8350 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 5000mAh બેટરી છે.

ADVERTISEMENT
Lava Agni 4એ કંપનીએ માત્ર એક કોન્ફ્રિગ્રેશનમાં લોન્ચ કર્યું છે. આ સ્માર્ટફોન 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે આવે છે. આ વેરિઅન્ટની કિંમત ₹24,999 છે. આ સ્માર્ટફોન બેંક ડિસ્કાઉન્ટ સાથે પણ આવે છે. કંપની બધી બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર રૂપિયા 2,000 ડિસ્કાઉન્ટ આપી રહી છે.
ADVERTISEMENT
આનાથી ફોનની કિંમત ઘટીને રૂપિયા 22,999 થઈ ગઈ છે. આ ફોન એમેઝોન પર ઉપલબ્ધ થશે. વેચાણ 25 નવેમ્બરથી શરૂ થશે. બેંક ડિસ્કાઉન્ટ એક પ્રારંભિક ઓફર છે અને તે ફક્ત મર્યાદિત સમય માટે ઉપલબ્ધ રહેશે. આ ફોન બે કલરમાં મળશે. ફેન્ટમ બ્લેક અને લુનર મિસ્ટ.
ADVERTISEMENT
લાવા અગ્નિ 4 સ્ટોક એન્ડ્રોઇડ એક્સપિયરન્સ મળશે. આ ફોન એન્ડ્રોઇડ 15 સાથે લોન્ચ થયો છે. કંપની ત્રણ એન્ડ્રોઇડ અપગ્રેડ અને ચાર વર્ષનું સિક્યોરિટી અપડેટ ઓફર કરશે. આ સ્માર્ટફોન 6.67-ઇંચ ફ્લેટ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બેંકના ડેડ એકાઉન્ટમાંથી કેવી રીતે પૈસા ઉપાડી શકો?, જાણો સંપૂર્ણ માહિતી
આમા 2400 Nits ની પીક બ્રાઇટનેસ આપે છે. આ સ્માર્ટફોન એલ્યુમિનિયમ એલોય ફ્રેમ સાથે આવે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે ગોરિલા ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસ IP64 રેટિંગ સાથે આવે છે. તેમાં વેટ ટચ કંટ્રોલ જેવા ફિચર છે.આ સ્માર્ટફોન MediaTek ડાયમેન્સિટી 8350 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 50MP પ્રાઇમરી કેમેરા અને 8MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.