બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / laughing buddha stutue do not keep in these places of house according to vastu

વાસ્તુ / તમારા ઘરમાં લાફિંગ બુદ્ધા છે ? હા... તો જાણી લો આ વાત, નહીં તો થઇ જશો નિર્ધન

Premal

Last Updated: 02:03 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાફિંગ બુદ્ધાને ઘરની સુખ, સમૃદ્ધી, સંપન્નતા સાથે જોડવામાં આવે છે. ઘરમાં લાફિંગ બુદ્ધાને રાખવાથી નાણાના ભંડાર ક્યારેય ખાલી થતા નથી. તમે ઘર, રેસ્ટોરન્ટ અથવા ઑફિસ કોઈ પણ જગ્યાએ તેની પ્રતિમા રાખી શકો છો.

  • લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાની સાચી રીત કઈ છે?
  • લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં કઈ-કઈ જગ્યાએ રાખવી?
  • જો આ જગ્યાએ લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખશો તો થશે નુકસાન

ઘરમાં ક્યા રાખશો લાફિંગ બુદ્ધા?

જો કે, અમુક જગ્યા એવી પણ હોય છે, જ્યાં ક્યારેય લાફિંગ બુદ્ધા ના રાખવો જોઈએ. આવો જાણીએ કે લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાની સાચી રીત ક્યા છે અને તેને કઈ-કઈ જગ્યા પર ના રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ, લાફિંગ બુદ્ધાની પ્રતિમાને મુખ્ય દ્વારની સામે ઓછામાં ઓછી 30 ઈંચની ઊંચાઈ પર રાખવી જોઈએ. જેને રાખવા માટે યોગ્ય ઉંચાઈ 30 ઈંચથી ઉપર અને 32.5 ઈંચથી ઓછી રાખવી જોઈએ. આ સિવાય તમે પૂર્વ અથવા ઉગતા સૂર્યની દિશામાં લાફિંગ બુદ્ધાને રાખી શકો છો. જેને પરિવારનુ સૌભાગ્ય સ્થાન કહેવામાં આવે છે. પ્રયાસ કરો કે લાફિંગ બુદ્ધાનો ચહેરો ઘરના દરવાજાની બરોબર સામે હોય. એટલેકે દરવાજો ખુલતા ઘરમાં આવતા કોઈ પણ શખ્સની નજર સૌથી પહેલા લાફિંગ બુદ્ધા પર પડે. જેનાથી ઘરમાં પ્રવેશ કરનારી નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થાય છે. લાફિંગ બુદ્ધાની મૂર્તિ બાળકોના ભણવાના ટેબલ પર પણ મુકી શકો છો. જેનાથી તમારી એકાગ્રતા વધશે અને શિક્ષણમાં સારા પરિણામ મળશે. 

કેવી હોવી જોઈએ મૂર્તિ? 

વાસ્તુ મુજબ, ઘરમાં રાખેલ લાફિંગ બુદ્ધાનુ નાક ઘરના માલિકના હાથની એક આંગળીની બરાબર હોવુ જોઈએ. જ્યારે લાફિંગ બુદ્ધાની મૂર્તિની મેક્સિમમ હાઈટ ઘરના માલિકના હાથની લગભગ બરાબર હોવી જોઈએ. ઘરમાં રાખવામાં આવેલી લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યારેય માણસને કંગાળ થવા દેતી નથી. 

લાફિંગ બુદ્ધા કઈ જગ્યાએ ના રાખશો?

ઘરમાં અમુક ખાસ જગ્યા પર લાફિંગ બુદ્ધાને રાખવાના માઠા પરિણામ પણ ભોગવવા પડી શકે છે. વાસ્તુ મુજબ કિચન, ડાઈનિંગ એરિયા, બેડરૂમની અંદર અથવા ટોયલેટ-બાથરૂમની આજુબાજુ ક્યારેય લાફિંગ બુદ્ધાની મૂર્તિ ના રાખવી જોઈએ. આ મૂર્તિને ક્યારેય સીધી જમીન પર રાખવાની ભૂલ ના કરશો. જેના માટે ટેબલનો ઉપયોગ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ