ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 12 વર્ષ બાદ બદલાશે EPF નિયમ, જાણો સેલરી-પેન્શન પર શું અસર પડશે?

તમારા કામનું / 12 વર્ષ બાદ બદલાશે EPF નિયમ, જાણો સેલરી-પેન્શન પર શું અસર પડશે?

Published By: Bijal Vyas

Last Updated: 03:48 PM, 10 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એક દાયકાથી વધુ સમય પછી ભવિષ્ય નિધિ (PF) નિયમોમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. સરકાર EPF માટે પગાર મર્યાદા વધારવાનું વિચારી રહી છે.

ADVERTISEMENT

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એક દાયકાથી વધુ સમય પછી ભવિષ્ય નિધિ (PF) નિયમોમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. સરકાર EPF માટે પગાર મર્યાદા વધારવાનું વિચારી રહી છે. આ અંગે અંતિમ નિર્ણય આવતા મહિને EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠક દરમિયાન લેવામાં આવે તેવી શક્યતા છે. જો આવું થાય, તો તેની સીધી અસર તમારા માસિક પગાર, પીએફ ફંડ અને નિવૃત્તિ પછી તમને મળતા પેન્શન પર થશે.

ઇપીએફઓએ છેલ્લે 2014 માં વેતન મર્યાદામાં સુધારો કર્યો હતો, જ્યારે તેને 6,500 રુપિયા થી વધારીને 15,000 રુપિયા પ્રતિ માસ કરવામાં આવી હતી. ત્યારથી - એટલે કે, છેલ્લા 12 વર્ષોમાં - મોંઘવારી અને સરેરાશ વેતનમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે, પીએફ યોગદાન માટે મૂળ વેતન મર્યાદા 15,000 રુપિયા પર સ્થિર રહી છે.

EPFO-new-ogo

વેતન સીમા સ્થિર રહેવાને કારણે ઘણા મધ્યમ આવક ધરાવતા કર્મચારીઓ સામાજિક સુરક્ષાના સંપૂર્ણ લાભોથી વંચિત રહી ગયા છે. હવે આ મર્યાદા વધારીને 25,000 રુપિયા પ્રતિ માસ કરવાની યોજના ચાલી રહી છે. આ નિર્ણય ખાનગી ક્ષેત્રના કાર્યબળ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જો વેતન મર્યાદા વધારવામાં આવે છે, તો મોટી સંખ્યામાં કર્મચારીઓને EPF યોજનાના દાયરામાં લાવવામાં આવશે અને તેઓ સામાજિક સુરક્ષા લાભો મેળશે.

ટેક હોમ સેલેરી પર શું થશે અસર ?

આ ફેરફારની પ્રાથમિક અને તાત્કાલિક અસર કર્મચારીના 'ઇન-હેન્ડ' અથવા 'ટેક-હોમ' પગાર પર પડશે. હાલમાં, જો તમારો મૂળ પગાર 15,000 હજાર થી વધુ હોય, તો કંપનીને ફક્ત 15,000 હજાર રુપિયાના આધારે 12% PF કાપવાનો આદેશ છે.

money-simple-2

જોકે, નવી મર્યાદા 25,000 રુપિયા સુધી વધારવામાં આવતા, 12% કપાત હવે આ ઉચ્ચ થ્રેશોલ્ડના આધારે ગણવામાં આવશે. આનો મૂળભૂત અર્થ એ છે કે 15,000 રુપિયા થી 25,000 રુપિયાની વચ્ચે પગાર મેળવતા કર્મચારીઓ માટે, તેમના વેતનનો મોટો ભાગ PF માં કાપવામાં આવશે, જેના પરિણામે તેમના ટેક-હોમ પગારમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ ફોનને સ્વીચ ઑફ કરવો બેસ્ટ કે પછી...? જાણો કંપની કેમ આપી રહી છે 2 ઓપ્શન

પેન્શન અને પીએફ કોર્પસ પર પ્રભાવ

સેલેરીમાં નજીવા ઘટાડાના બદલામાં તમને મળનારો સૌથી મહત્વપૂર્ણ લાભ તમારા રિટાયરમેન્ટ ફંડ (PF કોર્પસ) માં વધારો થશે. કંપનીએ કર્મચારી દ્વારા EPF માં આપવામાં આવેલા યોગદાન જેટલી રકમનું યોગદાન આપવું જરૂરી છે. જેમ જેમ પગાર મર્યાદા વધશે તેમ તેમ કંપનીનું યોગદાન પણ વધશે. તે જ સમયે કર્મચારી પેન્શન યોજના (EPS) માં ફાળવવામાં આવેલ ભાગ પણ વધશે. પગાર મર્યાદામાં આ વધારાનો સુધારો તમારા ભવિષ્યના પેન્શન રકમમાં વધારો કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pf salary limit latest epfo update home salary and pension

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ