બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:51 AM, 12 January 2022
ADVERTISEMENT
કોવિડ 19 પોઝિટિવ (Lata Mangeshkar Corona positive) હોવાની સાથે લતા દીદીને ન્યુમોનિયા (Pneumonia) પણ થયો છે. તેણીને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોકટરોની ટીમ તેની સારવાર કરી રહી છે.
દેશભરમાં તેમના સ્વાસ્થ્ય માટે થઈ રહી છે પ્રાર્થના
ADVERTISEMENT
લતા મંગેશકરના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મંગળવારે સામે આવ્યા હતા, જે બાદ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. અહેવાલ છે કે લતા મંગેશકરને મંગળવારે નહીં પરંતુ 4 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડોક્ટરોની શ્રેષ્ઠ ટીમ સારવાર કરી રહી છે
લતા મંગેશકર માટે, બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોકટરોની શ્રેષ્ઠ ટીમ તેમની સારવાર કરી રહી છે અને તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે. ETimes ના અહેવાલ મુજબ, કોવિડ 19 પોઝિટિવ હોવાની સાથે લતા મંગેશકરને ન્યુમોનિયા (Pneumonia) પણ થયો છે. લતા દીદી છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ મંગળવારે આ સમાચાર લીક થયા હતા.
લતા મંગેશકર 8 જાન્યુઆરીની રાતથી હોસ્પિટલમાં દાખલ છે
બ્રીચ કેન્ડી હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર ડૉ.પ્રતીત સમદાની(Dr Pratit Samdani), જેઓ છેલ્લા કેટલાક સમયથી લતા મંગેશકરની સંભાળ લઈ રહ્યા છે. તેમણે પુષ્ટિ કરી છે કે લતા મંગેશકરને શનિવારે (8 જાન્યુઆરી) રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા અને હા તેઓ પણ ન્યુમોનિયાથી પીડિત છે. જો કે, આ સિવાય તેણે પોતાના સ્વાસ્થ્યને લગતું કોઈ અપડેટ આપ્યું નથી.
લોકગાયક કિર્તીદાન ગઢવીએ પણ કરી પ્રાર્થના
કિર્તિદાન ગઢવીએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું કે, આજે મને સમાચાર મળ્યા કે, ભારતરત્ન અને સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીની તબિયત કોરોના સંક્રમિત થયા છે અને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા છે. આ સમાચાર જાણીને ખૂબ જ વ્યથીત છું, કારણ કે જેમના ગીતો સાંભળીને ઘણા કલાકારોને પ્રેરણા મળી છે તો તેમના માટે મા મોગલ અને સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે, તેઓ હોસ્પિટલમાં ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.