બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Large quantity of drugs seized again in Kutch

BIG BREAKING / કચ્છમાં ફરી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો, 800 કરોડનું 80 કિલો બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું

Vishal Khamar

Last Updated: 09:48 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયથી ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાંથી એક બે પેકેટ ચરસના મળી આવ્યાનાં નાના સમાચાર વચ્ચે પૂર્વ કચ્છની પોલીસે ગુરુવારે બપોરે મીઠી રોહરની દરિયાઈ ખાડી વિસ્તારમાંથી 800 કરોડનું કોકેઈન પકડી પાડ્યું હતું.

  • કચ્છથી વધુ એકવાર ઝડપાયો ડ્રગ્સનો જથ્થો
  • 800 કરોડથી વધુનું ડ્રગ્સ કરવામાં આવ્યું જપ્ત 
  • FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું

કચ્છમાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત આશરે 800 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે.  

કચ્છ પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન મળ્યો ડ્રગ્સને જથ્થો
થોડા સમય અગાઉ કચ્છનાં દરિયા કિનારેથી અવાર નવાર ડ્રગ્સનાં પેકેટ BSF ને પેટ્રોલીંગ દરમ્યાન મળી આવ્યા હતા. ત્યારે બીએસએફ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરી હતી. ગત રોજ પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું. તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.  

પોલીસે મીઠી રોહર વિસ્તારની ખાડીમાંથી જથ્થો જપ્ત કર્યો
પૂર્વ કચ્છના એસપી સાગર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, માદક પદાર્થની ડિલિવરી થવાની ટિપ્સ વચ્ચે ગુરુવારે બપોરે લોકલ પોલીસે મીઠી રોહર વિસ્તારની ખાડીમાંથી બિનવારસી હાલતમાં પડેલા કોકેઈન જથ્થાને કબ્જે કર્યો હતો. આંતરરાષ્ટ્રિય બજારમાં જેની કિંમત 800 કરોડ રૂપિયા જેટલી થાય છે તેવો આ 80 કિલોનો માલ કોણ જેવી રીતે અહી લાવ્યું તેની પોલીસ તપાસ કરી રહી છે 


પૂર્વ કચ્છ પોલીસે ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યોઃજે.આર.મોથલિયા (આઈજીપી, બોર્ડર રેન્જ)
જે.આર. મોથાલિયા, આઈપીએસ (આઈજીપી બોર્ડર રેન્જ) જણાવ્યું કે ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની કાર્યવાહી હમેંશા જારી રહી છે. અને તે અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. પૂર્વ કચ્છ એસપી સાગર  અને તેમની ટીમે ડ્રગ્સ સામે પ્રશંસનીય કાર્યવાહી કરી છે. અને ડ્રગ્સ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ