બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / lakhimpur kheri dalit girl murder case update accused family fear of baba bulldozer

લખીમપુર / દલિત બાળાઓ સાથે બર્બરતા આચરનારા આરોપીઓના પરિવારમાં ફફડાટ, બૂલડોઝર ફરશે તેની બિકે ઘર ખાલી કરવા લાગ્યા

Pravin

Last Updated: 09:28 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના લખીમપુરમાં બે દલિત બાળકીઓ સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે.

  • લખીમપુરમાં બે દલિત બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવાનો મામલો
  • આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી છે
  • આરોપીઓના પરિવારમાં ફફડાટ, બૂલડોઝર ચાલશે તેવી બિકે ઘર ખાલી કરવા લાગ્યા

ઉત્તર પ્રદેશના લખીમપુરમાં બે દલિત બાળકીઓ સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. તમામ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ તમામની વચ્ચે આરોપી જૂનૈદના પરિવારના ઘર પર યોગી સરકારની બૂલડોઝર કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. ત્યારે આવા સમયે પરિવાર બધો સામાન ભેગો કરવામાં લાગી ગયો છે. તો વળી આરોપીના પિતા મોહમ્મદ ઈસરાઈલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, દિકરાને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો, તે આવી પણ ગયો હતો. તેમ છતાં પણ પોલીસે તેના પર ગોળી ચલાવી. એન્કાઉંટર કરીને દિકરાને મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. 

આરોપીના પિતાએ એવું પણ કહ્યું કે, દિકરાનું એન્કાઉંટર કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે તો બૂલડોઝર પણ ચલાવશે. આપને જણાવી દઈએ કે, પોલીસે આ મામલામાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સુહૈલ, કરીમુદ્દીન, આરિફ, છોટુ, હફીઝુલ રહેમાન, જુનૈદ સામેલ છે. જુનૈદ એ શખ્સ છે, જેની દોસ્તી છોટુએ બે સગીર બહેનો સાથે કરાવી હતી. 

પરિવારે આરોપીઓ નિર્દોષ ગણાવ્યા

દુષ્કર્મ કર્યા બાદ હત્યાના મામલામાં 6 આરોપીઓના પરિવારના લોકોએ નિર્દોષ ગણાવ્યા હતા. તેમનું કહેવું હતું કે, જો તેઓ દોષિત હોય તો, પાછા ઘરે શું કામ આવે. તેમને ફસાવામાં આવી રહ્યા છે. જુનૈદના પિતાએ જણાવ્યું કે, મારો દિકરો હૈદરાબાદમાં ગ્રિલમાં કામ કરે છે. તેને આ છોકરીઓ સાથે કંઈ લેવાદેવા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ