બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / lakhimpur accident ministers son ashish did not come to the notice of the police called again today

તપાસ / લખીમપુર કેસ: ઈન્ટરનેટ બંધ, સિદ્ધુનું મોઢું બંધ, 18 કલાક બાદ મંત્રીના પુત્રને બીજી નોટિસ, આખરે પગલાં ક્યારે લેશે પોલીસ?

Dharmishtha

Last Updated: 11:06 AM, 9 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે બીજી નોટિસ ફરીથી તેના ઘર પર ચીપકાવી હતી. જેમાં આશિષ મિશ્રાને ક્રાઈમ બ્રાન્ચે નિવેદન માટે શનિવાર સવારે 11 વાગે બોલાવ્યો છે.

  • પોલીસે બીજી નોટિસ ફરીથી તેના ઘર પર ચીપકાવી 
  • જો તે હાજર નથી થતો તો નિયમ અનુસાર તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે
  • અજય મિશ્રા ટેનીએ કહ્યું કે મારો દીકરો નિર્દોષ, આજે આપશે નિર્દોષ હોવાના પરાવા

પોલીસે બીજી નોટિસ ફરીથી તેના ઘર પર ચીપકાવી 

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર અને તિકુનિયા કાંડના મુખ્ય આરોપી આશીષ મિશ્રા શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચની સામે નિવેદન નોંધાવા માટે હાજર નહોતો થયો.  ચાર કલાક બાદ પોલીસે બીજી નોટિસ ફરીથી તેના ઘર પર ચીપકાવી દીધી હતી. જેમાં આશિષ મિશ્રાને ક્રાઈમ બ્રાન્ચે નિવેદન માટે શનિવાર સવારે 11 વાગે બોલાવ્યો છે.

જો તે હાજર નથી થતો તો નિયમ અનુસાર તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે

બીજી નોટિસમાં લખવામાં આવ્યું છે કે હત્યા તથા અન્ય કલમો હેઠળના કેસમાં આશિષને  ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે સવારે 10 વાગે પોલીસ લાઈનમાં હાજર રહેવા કહ્યું હતું. પણ તે હાજર ન રહ્યો જેથી નિર્દેશ કરવામાં આવે છે કે શનિવારે ક્રાઈમ બ્રાન્ચમાં 11 વાગે રુબરુ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં હાજર થાય. અને જો તે હાજર નથી થતો તો નિયમ અનુસાર તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અજય મિશ્રા ટેનીએ કહ્યું કે મારો દીકરો નિર્દોષ, આજે આપશે નિર્દોષ હોવાના પરાવા

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ ભાજપ પ્રદેશ મુખ્યાલયમાં કહ્યું કે મારો દીકરો નિર્દોષ છે. તેમણે કહ્યું કે દીકરા તરફથી નોટિસનો લેખિત જવાબ મોકલવામાં આવ્યો છે. દીકરાનું સ્વાસ્થ્ય સારુ ન હોવાથી તે શુક્રવારે રજૂ નથી થયો. તેમણે કહ્યું કે કાલે (એટલે આજે) તે તપાસ એજન્સીના સામે રજૂ થઈને પોતાના નિર્દોષ હોવાના પુરાવા આપ્યા છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટી કોઈ પક્ષપાત નહીં કરે નિષ્પક્ષ તપાસ કરશે. તેમણે કહ્યું ગુનેગારોને કડક સજા મળશે. તેમણે કહ્યું કે ખેડૂતોના વેશમાં કેટલાક અસામાજિક તત્વો ટોળામાં સામેલ હતા.

ઈન્ટરનેટ સેવા ફરીથી બંધ

લખીમપુર ખીરીમાં શુક્રવારે મોડી સાંજથી ફરીથી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આની પહેલા પણ ઈન્ટરનેટ બંજ કરી દેવામાં આવ્યુ હતુ. પરંતુ બાદમાં ચાલુ કરી દેવામાં આવ્યું હતુ. જો કે કાલે સાંજે ફરી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

સિદ્ધુ મૌન અનશન પર

નવજોત સિંહ સિદ્ધુ નિઘાસનમાં પત્રકાર રમન કશ્યપના ઘર પર મૌન અનશન પર બેસી ગયા છે. સિદ્ધુએ કહ્યું કે જ્યાં સુધી મંત્રીના દીકરાની ધરપકડ નથી થઈ જતી.  અનશન પરથી નહીં હટીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ