બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / kyc rules to change what is uniform kyc india when it will be implemented kyc uniform kyc norms benifits uniform kyc kya hai

તમારા કામનું / KYC અપડેટ કરાવવાની ઝંજટમાંથી મળશે મુક્તિ, કેન્દ્ર સરકાર લાવશે Uniform KYC નો નિયમ

Dinesh

Last Updated: 05:56 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uniform KYC: સમાન KYC ધોરણોમાં તમારા બધા KYC દસ્તાવેજો માત્ર એક જ વાર સબમિટ કરવામાં આવશે અને તે પછી તમને 14 અંકનો CKYC ઓળખ નંબર આપવામાં આવશે

કેવાઈસી (KYC) આપણાં જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તમારે બેંક ખાતું ખોલવવાનું હોય કે પછી  શેર માર્કેટ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું હોય. જેમાં તમારે કોઈ સ્કીમનો લાભ લેવો હોય કે પછી ઇન્શ્યોરન્સ પોલિસી લેવી હોય. કેવાઈસી ફરજિયાત થઈ જાય છે. દરેક કામ માટે કેવાઈસી કરવું જરૂરી છે. કેવાઈસી વિના ન તમે કોઈ યોજનાનો લાભ લઈ શકશો કે ન તો તમે એકાઉન્ટ ખોલાવી શકશો. ફક્ત એકાઉન્ટ ખોલતી વખતે જ નહી પરંતુ અમુક સમય અંતરે તમારે કેવાયસી અપડેટ કરવું જરૂરી બની જાય છે. કેટલાક લોકોને અલગ અલગ કામો માટે અલગ અલગ કેવાયસી કરવું જરૂરી બની જાય છે. 

ચાહે કોઇ યોજના હોય કે બેંક સંલગ્ન કામકાજ, દરેકે આ પ્રોસેસમાંથી તો પસાર થવું  જ પડશે, નહીં તો કામ અટકી પડશે |Whether opening a bank account taking  insurance or investing ...

યુનિફોર્મ કેવાયસી
પરંતુ જરા વિચારો કે, જો વારંવાર કેવાયસી કરાવવામાંથી મુક્તિ મળી જાય તો કેવું રેહ ? જો તમે પણ વારંવાર કેવાયસી કરાવવામાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કેમ કે વારંવાર કેવાયસીના નિયમો બદલવાની તૈયારી ચાલી રહી છે. હવે સરકાર કેવાયસી સાથે જાડાયેલા નિયમો બદલીને નવા નિયમો બનાવી રહી છે. તમામ નિયમો બદલીને યુનિફોર્મ કેવાયસી લાગૂ કવાનો વિચાર સરકાર કરી રહી છે.
    ચાલો જાણીએ કે, યુનિફોર્મ કેવાયસી શું છે. આ કેવી રીતે કામ કરશે. તેમજ આ પ્રસ્તાવ કોણે આપ્યો છે. આ કયારે લાગુ થશે તેમજ તેના ફાયદા શું છે. કેવાયસીનો ફૂલ ફોર્મ  Know Your Customer થાય છે. આ બાબત કસ્ટમરની આઈડેન્ટિટી એટલે ઓળખ વેરિફાઈ કરવાની રીત છે. આપણે પૈસા સાથે જાડેયેલા કામ માટે કેવાયસી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે.

14 અંકનો CKYC ઓળખ નંબર મળશે
સમાન KYC ધોરણોમાં તમારા બધા KYC દસ્તાવેજો માત્ર એક જ વાર સબમિટ કરવામાં આવશે અને તે પછી તમને 14 અંકનો CKYC ઓળખ નંબર આપવામાં આવશે, જેનો ઉપયોગ RBI, SEBI જેવા નિયમનકારોના કાર્યક્ષેત્રમાં આવતી સંસ્થાઓમાં કરી શકાય છે. એટલે કે તમારે બેંક ખાતા, ફાસ્ટેગ, શેરબજાર અને વીમા માટે વારંવાર KYC કરવાની જરૂર નહીં પડે. KYC પ્રક્રિયાને બદલે, તમારું કામ ફક્ત CKYC નંબર આપવાથી થઈ જશે. ટૂંકમાં કહીએ તો તમારે ફક્ત એકવાર જ KYC કરાવવો પડશે. 

વાંચવા જેવું: AAPમાં ભૂકંપ, કેજરીવાલના કેબિનેટ મંત્રીનું રાજીનામું, બોલ્યાં 'ભ્રષ્ટ સાથે નથી રહેવું'

યુનિફોર્મ કેવાયસીના ફાયદા?
જો યુનિફોર્મ કેવાયસી લાગુ કરવામાં આવે છે. તો તમારે બેંક ખાતા અને વીમા માટે અલગ કેવાયસી કરાવવાની જરૂર રહેશે નહીં. યુનિફોર્મ કેવાયસીમાં કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને એક જ કેવાયસી પ્રક્રિયામાંથી વારંવાર પસાર થવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. એક જ કેવાયસીથી ઘણા કાર્યો પૂર્ણ કરી શકાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ